ઈશ્વરનું રાજ્ય શું છે?
શું તમે એમ કહેશો કે એ . . .
-
વાર્તા છે?
-
સ્વર્ગમાં ઈશ્વરની સરકાર છે?
-
બીજું કંઈક છે?
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
“ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે. એ રાજ્યનો કદી નાશ થશે નહિ.”—દાનિયેલ ૨:૪૪.
“આપણને દીકરો આપવામાં આવ્યો છે. તેના ખભા પર રાજ કરવાની સત્તા રહેશે.”—યશાયા ૯:૬.
આ વચનથી આશા મળે છે કે . . .
-
ઈશ્વરની એ ન્યાયી સરકારથી તમને પોતાને ફાયદો થશે.—યશાયા ૪૮:૧૭, ૧૮.
-
ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે બીમારી, ઘડપણ અને મરણ પણ નહિ હોય. એ સમયે ખરી સુખ-શાંતિ હશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?
હા, એ માનવાનાં ઓછાંમાં ઓછાં બે કારણો છે:
-
ઈશ્વરનું રાજ્ય શું કરશે, એ વિશે ઈસુએ જણાવ્યું હતું. ઈશ્વરનું રાજ્ય આવે અને તેમની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એ માટે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. (માથ્થી ૬:૯, ૧૦) એ પ્રાર્થનાનો કઈ રીતે જવાબ મળશે એની ઈસુએ ઝલક પણ આપી હતી.
ઈસુ ધરતી પર હતા ત્યારે ભૂખ્યાઓને ખવડાવ્યું, બીમારોને સાજા કર્યા. એટલું જ નહિ, ગુજરી ગયેલાઓને પણ જીવતા કર્યા! (માથ્થી ૧૫:૨૯-૩૮; યોહાન ૧૧:૩૮-૪૪) ઈશ્વરે પોતાના રાજ્યના રાજા તરીકે ઈસુને પસંદ કર્યા છે. રાજા તરીકે પોતે ભાવિમાં કેવા આશીર્વાદો વરસાવશે એની ઈસુએ ઝલક આપી હતી.—પ્રકટીકરણ ૧૧:૧૫.
-
દુનિયાની હાલત સાબિતી આપે છે કે ઈશ્વરનું રાજ્ય જલદી જ આવશે. ઈસુએ જણાવ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર સુખ-શાંતિ લાવે એ પહેલાં દુનિયામાં યુદ્ધો, દુકાળ અને ધરતીકંપ થતા રહેશે.—માથ્થી ૨૪:૩, ૭.
આજે દુનિયામાં ચારે બાજુ એવું જ જોવા મળે છે. એટલે આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે ઈશ્વરનું રાજ્ય બહુ જલદી આપણી સર્વ મુશ્કેલીઓનો અંત લાવશે.
વિચારવા જેવું
ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે?
એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: ગીતશાસ્ત્ર ૩૭:૨૯ અને યશાયા ૬૫:૨૧-૨૩.