ગીતશાસ્ત્ર ૧૦૨:૧-૨૮

  • જુલમ સહેતા લાચારની પ્રાર્થના

    • “એકલા-અટૂલા પંખી જેવો” ()

    • “મારા દિવસો ઢળતી સાંજના પડછાયા જેવા” (૧૧)

    • “યહોવા સિયોનને ફરી બાંધશે” (૧૬)

    • યહોવા કાયમ રહે છે (૨૬, ૨૭)

જુલમ સહેનારની પ્રાર્થના. તે લાચાર હાલતમાં છે અને યહોવા આગળ હૈયું ઠાલવે છે.+ ૧૦૨  હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.+ મદદનો મારો પોકાર તમારા સુધી પહોંચવા દો.+  ૨  મુસીબતને સમયે તમારું મુખ ન ફેરવો.+ મારી અરજને કાન ધરો.* હું પોકારું ત્યારે ઉતાવળે જવાબ આપો.+  ૩  મારા દિવસો ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે. મારાં હાડકાં ભઠ્ઠીની જેમ ભડભડ બળે છે.+  ૪  મારું દિલ ઘાસની જેમ કાપી નંખાયું છે અને સુકાઈ ગયું છે,+અરે, મારી ભૂખ પણ મરી ગઈ છે.  ૫  નિસાસા નાખી નાખીને+મારી ચામડી હાડકાંને ચોંટી ગઈ છે.+  ૬  વેરાન પ્રદેશના એકલા-અટૂલા પક્ષી* જેવો હું થઈ ગયો છું. ખંડેરોમાંના નાનકડા ઘુવડ જેવો બની ગયો છું.  ૭  હું જાગતો પડી રહું છું.* હું છાપરા પરના એકલા-અટૂલા પંખી જેવો થઈ ગયો છું.+  ૮  આખો દિવસ મારા વેરીઓ મને મહેણાં મારે છે.+ મારી મશ્કરી કરનારાઓ મારા નામે શ્રાપ આપે છે.  ૯  હું રોટલી તરીકે રાખ ખાઉં છું+અને મારા પાણીમાં આંસુ ભળેલાં છે.+ ૧૦  તમારા ગુસ્સા અને કોપને લીધે એવું થયું છે,કેમ કે તમે મને ઉઠાવીને ફેંકી દીધો છે. ૧૧  મારા દિવસો તો ઢળતી સાંજના પડછાયા જેવા છે,+હું ઘાસની જેમ સુકાતો જાઉં છું.+ ૧૨  હે યહોવા, તમે કાયમ માટે છો+અને તમારી કીર્તિ* પેઢી દર પેઢી ટકશે.+ ૧૩  તમે ચોક્કસ ઊભા થશો અને સિયોન પર દયા બતાવશો,+કેમ કે એને કૃપા બતાવવાનો સમય પાકી ગયો છે.+ નક્કી કરેલો સમય આવી ગયો છે.+ ૧૪  તમારા સેવકોને સિયોનના પથ્થરોની માયા છે.+ અરે, તેઓને એની ધૂળ પણ વહાલી છે!+ ૧૫  બધી પ્રજાઓ યહોવાના નામનો ડર રાખશે,પૃથ્વીના બધા રાજાઓ તમારું ગૌરવ જોઈને બીશે.+ ૧૬  યહોવા સિયોનને ફરી બાંધશે,+તે પોતાના મહિમા સાથે પ્રગટ થશે.+ ૧૭  તે લાચારોની પ્રાર્થના પર ધ્યાન આપશે+અને તેઓની પ્રાર્થના તુચ્છ ગણશે નહિ.+ ૧૮  આવનાર પેઢી માટે આ લખાયું છે,+જેથી ભાવિમાં આવનારા લોકો યાહની સ્તુતિ કરે. ૧૯  તે ઊંચા પવિત્ર સ્થાનમાંથી નીચે જુએ છે,+યહોવા સ્વર્ગમાંથી પૃથ્વી પર નજર કરે છે, ૨૦  જેથી તે કેદીઓના નિસાસા સાંભળે+અને મોતની સજા પામેલાઓને ઉગારે.+ ૨૧  આમ સિયોનમાં યહોવાનું નામ જાહેર થશે+અને યરૂશાલેમમાં તેમનો જયજયકાર થશે. ૨૨  એ સમયે લોકો અને રાજ્યોયહોવાની ભક્તિ કરવા ભેગા મળશે.+ ૨૩  તેમણે સમય પહેલાં જ મારી શક્તિ છીનવી લીધી. તેમણે મારા દિવસો ટૂંકાવી નાખ્યા. ૨૪  મેં કહ્યું: “હે મારા ઈશ્વર,તમે તો પેઢી દર પેઢી કાયમ રહો છો.+ ભરયુવાનીમાં મારો અંત ન લાવો. ૨૫  લાંબા સમય પહેલાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતાઅને આકાશો તમારા હાથની રચના છે.+ ૨૬  તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહેશો. વસ્ત્રની જેમ તેઓ ઘસાઈ જશે. તમે તેઓને કપડાંની જેમ બદલી નાખશો અને તેઓનો અંત આવશે. ૨૭  પણ તમે બદલાતા નથી અને તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.+ ૨૮  તમારા ભક્તોનાં બાળકો સહીસલામત રહેશે,તેઓના વંશજો તમારી આગળ કાયમ રહેશે.”+

ફૂટનોટ

અથવા, “નમીને સાંભળો.”
અથવા, “પેણ.” અંગ્રેજી, પેલિકન.
અથવા કદાચ, “હું કમજોર થઈ ગયો છું.”
અથવા, “તમારું નામ.” મૂળ, “યાદગીરી.”