ગીતશાસ્ત્ર ૧૧૩:૧-૯

  • ઊંચાણમાં રહેતા ઈશ્વર દીન-દુખિયાને ઉઠાવે છે

    • યુગોના યુગો સુધી યહોવાના નામના ગુણગાન ગવાય ()

    • ઈશ્વર નીચા નમે છે ()

૧૧૩  યાહનો જયજયકાર કરો!* હે યહોવાના ભક્તો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.  ૨  આજથી લઈને યુગોના યુગો સુધી+યહોવાના નામના ગુણગાન ગાવામાં આવે.  ૩  સૂરજ ઊગે ત્યારથી લઈને આથમે ત્યાં સુધી,યહોવાના નામનો જયજયકાર કરો.+  ૪  બધી પ્રજાઓમાં યહોવા સૌથી મહાન છે.+ તેમનું ગૌરવ તો આકાશો કરતાં પણ ઊંચું છે.+  ૫  યહોવા આપણા ઈશ્વર જેવું બીજું કોણ છે?+ તે તો ઉપર ઊંચાણમાં રહે છે.*  ૬  તે નીચા નમીને આકાશ અને પૃથ્વીને જુએ છે.+  ૭  તે દીન-દુખિયાને ધૂળમાંથી ઉઠાવે છે. તે ગરીબને ઉકરડામાંથી* ઉપાડે છે,+  ૮  જેથી તેને રાજવીઓ સાથે બેસાડે,હા, ઈશ્વરના લોકોના રાજવીઓ સાથે બેસાડે.  ૯  ઈશ્વર વાંઝણી સ્ત્રીનું ઘર આબાદ કરે છે,તેને સંતાનનું સુખ આપે છે.+ યાહનો જયજયકાર કરો!*

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “તે રાજ્યાસન પર બિરાજે છે.”
અથવા, “રાખના ઢગલામાંથી.”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.