ગીતશાસ્ત્ર ૧૧૪:૧-૮

  • ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓનો બચાવ

    • સમુદ્ર ભાગી ગયો ()

    • પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી ()

    • ચકમકના પથ્થર ઝરા બની ગયા ()

૧૧૪  જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું,  ૨  ત્યારે યહૂદા તેમની પવિત્ર જગ્યા*અને ઇઝરાયેલ તેમનું રાજપાટ બન્યો.+  ૩  એ જોઈને સમુદ્ર ભાગી ગયો.+ યર્દન નદી પાછી હટી ગઈ.+  ૪  પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી મૂકી,+ટેકરીઓ ઘેટાની જેમ કૂદવા લાગી.  ૫  અરે સમુદ્ર, તું કેમ ભાગી ગયો?+ અરે યર્દન, તું કેમ પાછી હટી ગઈ?+  ૬  ઓ પર્વતો, તમે કેમ નર ઘેટાની જેમ કૂદાકૂદ કરી મૂકી? ઓ ટેકરીઓ, તમે કેમ ઘેટાની જેમ કૂદવા લાગી?  ૭  હે ધરતી, પ્રભુની આગળહા, યાકૂબના ઈશ્વરની આગળ થરથર કાંપી ઊઠ.+  ૮  તે ખડકને સરોવરમાં* ફેરવી દે છે,ચકમકના પથ્થરને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

ફૂટનોટ

અથવા, “તેમનું મંદિર.”
મૂળ, “બરુવાળા સરોવરમાં.”