ગીતશાસ્ત્ર ૧૨૦:૧-૭

  • એક પરદેશી શાંતિ ચાહે છે

    • “કપટી જીભથી મને બચાવો” ()

    • “હું શાંતિ ચાહું છું” ()

ચઢવાનું ગીત.* ૧૨૦  સંકટ સમયે મેં યહોવાને હાંક મારી+અને તેમણે મને જવાબ આપ્યો.+  ૨  હે યહોવા, જૂઠું બોલનારા હોઠોથીઅને કપટી જીભથી મને બચાવો.  ૩  ઓ કપટી જીભ,જોજે, ઈશ્વર તારી કેવી દશા કરશે અને તને કેવી સજા કરશે!+  ૪  યોદ્ધાનાં ધારદાર તીરોથી+અને ઝાડવાના* ધગધગતા અંગારાથી+ તે સજા કરશે.  ૫  મને અફસોસ કે મારે મેશેખમાં પરદેશી તરીકે રહેવું પડ્યું,+મારે કેદારના તંબુઓમાં રહેવું પડ્યું!+  ૬  મારે લાંબા સમયથી એવા લોકો સાથે રહેવું પડ્યું,જેઓ શાંતિને નફરત કરે છે.+  ૭  હું શાંતિ ચાહું છું,પણ હું કંઈ બોલું કે તરત તેઓ લડવા નીકળી પડે છે.

ફૂટનોટ

હિબ્રૂ, રોતેમ. રણપ્રદેશમાં ઊગતું ઝાડવું.