ગીતશાસ્ત્ર ૧૨૧:૧-૮

  • યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે

    • “યહોવા પાસેથી મને મદદ મળે છે” ()

    • યહોવા ક્યારેય સૂઈ જશે નહિ (૩, ૪)

ચઢવાનું ગીત. ૧૨૧  હું નજર ઉઠાવીને પર્વતો તરફ જોઉં છું.+ મને ક્યાંથી મદદ મળશે?  ૨  આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા પાસેથી મને મદદ મળે છે.+  ૩  તે તારા પગને ક્યારેય લપસી જવા દેશે નહિ.+ તારી રક્ષા કરનાર ક્યારેય ઝોકાં ખાશે નહિ.  ૪  જુઓ, ઇઝરાયેલની રક્ષા કરનારને ન ક્યારેય ઊંઘ ચઢશે, ન તે સૂઈ જશે.+  ૫  યહોવા તારું રક્ષણ કરે છે. યહોવા તારા જમણા હાથે રહીને તારા પર છાયા કરે છે.+  ૬  દિવસે સૂર્ય અને રાતે ચંદ્ર તારું કંઈ બગાડી શકશે નહિ.+  ૭  યહોવા બધાં જોખમો સામે તારું રક્ષણ કરશે.+ તે તારા જીવનનું રક્ષણ કરશે.+  ૮  આજથી લઈને યુગોના યુગો સુધીયહોવા તારાં બધાં કામોમાં તારું રક્ષણ કરશે.

ફૂટનોટ