ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૯

  • યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના

    • યહોવાના મંદિરે જવાની ખુશી ()

    • હારબંધ મકાનોથી બંધાયેલું શહેર ()

ચઢવાનું ગીત. દાઉદનું ગીત. ૧૨૨  તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણી ખુશી થઈ.+  ૨  હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાંતારા દરવાજામાં પડ્યાં છે.+  ૩  યરૂશાલેમ એવું શહેર છે,જે હારબંધ મકાનોથી બંધાયેલું છે.+  ૪  ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,યહોવાના નામનો આભાર માનવાઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળોઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+  ૫  ન્યાયનાં રાજ્યાસનો,+દાઉદના ઘરનાં રાજ્યાસનો ત્યાં ગોઠવેલાં હતાં.+  ૬  યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો.+ હે શહેર, તને ચાહનારાઓ સલામત રહેશે.  ૭  તારી અડીખમ દીવાલોમાં કાયમ શાંતિ રહે,તારા મજબૂત મહેલોમાં સલામતી રહે.  ૮  મારા ભાઈઓ અને સાથીદારોને લીધે હું કહીશ: “તારામાં શાંતિ ફેલાયેલી રહે.”  ૯  આપણા ઈશ્વર યહોવાના મંદિરને લીધે+હું તારા ભલા માટે પ્રાર્થના કરીશ.

ફૂટનોટ

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.