ગીતશાસ્ત્ર ૧૨૩:૧-૪

  • કૃપા માટે યહોવા સામે જોવું

    • ‘દાસોની જેમ અમે યહોવા તરફ જોઈએ છીએ’ ()

    • “નફરત સહી સહીને અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ” ()

ચઢવાનું ગીત. ૧૨૩  હે સ્વર્ગમાં બિરાજનાર,હું નજર ઉઠાવીને તમારી તરફ જોઉં છું.+  ૨  દાસોની આંખો પોતાના માલિક પરઅને દાસીની આંખો પોતાની શેઠાણી પર મંડાયેલી રહે છે. એ જ રીતે અમારા ઈશ્વર યહોવા કૃપા બતાવે ત્યાં સુધી,+અમારી આંખો તેમની સામે જોયા કરે છે.+  ૩  અમારા પર કૃપા કરો, હે યહોવા, અમારા પર કૃપા કરો. નફરત સહી સહીને અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ.+  ૪  બેદરકાર લોકોનાં મહેણાં-ટોણાંઅને અહંકારી માણસોથી અપમાન સહી સહીને અમે કંટાળી ગયા છીએ.

ફૂટનોટ