ગીતશાસ્ત્ર ૧૨૬:૧-૬

  • સિયોનમાં પાછા આવેલા લોકોની ખુશી

    • ‘યહોવાએ ચમત્કારો કર્યા છે’ ()

    • વિલાપ આનંદમાં ફેરવાઈ જશે (૫, ૬)

ચઢવાનું ગીત. ૧૨૬  ગુલામીમાં ગયેલા લોકોને યહોવા પાછા સિયોનમાં લાવ્યા ત્યારે,+આપણે જાણે સપનું જોતા હોઈએ એવું લાગતું હતું.  ૨  એ સમયે આપણું મુખ ખડખડાટ હસતું હતુંઅને આપણી જીભ આનંદથી ગાયન કરતી હતી.+ એ સમયે બીજી પ્રજાઓએ કહ્યું: “યહોવાએ તેઓ માટે કેવા ચમત્કારો કર્યા છે!”+  ૩  યહોવાએ આપણા માટે એવા ચમત્કારો કર્યા છે કે+આપણી ખુશીનો કોઈ પાર નથી.  ૪  હે યહોવા, ગુલામીમાં ગયેલા અમારા લોકોનેનેગેબનાં ઝરણાઓની* જેમ પાછા ભેગા કરો.*  ૫  જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે,તેઓ હસતાં હસતાં લણશે.  ૬  જે પોતાની થેલીમાં બી લઈનેરડતો રડતો જાય છે,તે ચોક્કસ પોતાની પૂળીઓ લઈનેઆનંદનો પોકાર કરતો કરતો પાછો ફરશે.+

ફૂટનોટ

અથવા, “દક્ષિણના વહેળાઓની.”
અથવા, “પાછા લાવો.”