ગીતશાસ્ત્ર ૧૨૮:૧-૬

  • યહોવાનો ડર રાખનાર સુખી

    • પત્ની ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી ()

    • ‘તું યરૂશાલેમને આબાદ થતાં જોશે’ ()

ચઢવાનું ગીત. ૧૨૮  યહોવાનો ડર રાખનારઅને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.+  ૨  તું તારા હાથની સખત મહેનતનું ફળ ખાશે. તું સુખી થશે અને ધનસંપત્તિનો આનંદ માણશે.+  ૩  તારી પત્ની ઘરમાં ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી થશે.+ તારા દીકરાઓ મેજની આસપાસ જૈતૂનના ઝાડના રોપા જેવા થશે.  ૪  જુઓ! યહોવાનો ડર રાખનાર માણસનેએવા આશીર્વાદો મળશે.+  ૫  યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપશે. તું તારી જિંદગીના બધા દિવસો યરૂશાલેમને આબાદ થતાં જોશે,+  ૬  તારા દીકરાઓના દીકરાઓને પણ તું જોશે. ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ફૂટનોટ