ગીતશાસ્ત્ર ૧૩૧:૧-૩

  • નાના બાળકની જેમ સંતોષ

    • મોટાં મોટાં સપનાં ન જોવાં ()

ચઢવાનું ગીત. દાઉદનું ગીત. ૧૩૧  હે યહોવા, નથી મારા દિલમાં અભિમાન,કે નથી મારી આંખોમાં ગુમાન.+ નથી જોતો હું મોટાં મોટાં સપનાં,+કે નથી ઇચ્છતો એવી વસ્તુઓ જે મારા ગજા બહાર છે.  ૨  જેમ માની ગોદમાં નાનું બાળક* શાંત હોય છે,તેમ મેં મારા મનને શાંત અને ચૂપ કરી દીધું છે.+ નાના બાળકની જેમ મને સંતોષ છે.  ૩  હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,+આજથી લઈને યુગોના યુગો સુધી રાહ જો.

ફૂટનોટ

અથવા, “ધાવણ છોડાવેલું બાળક.”