ગીતશાસ્ત્ર ૧૩૮:૧-૮

  • ઈશ્વર સર્વોચ્ચ છે છતાં ધ્યાન રાખે છે

    • ‘તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો’ ()

    • ‘મારે જોખમોમાંથી પસાર થવું પડે, તોપણ તમે બચાવશો’ ()

દાઉદનું ગીત. ૧૩૮  હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+ બીજા દેવો આગળહું તમારી આરાધના કરીશ.*  ૨  તમારાં અતૂટ પ્રેમ અને વફાદારીને લીધે,હું તમારા પવિત્ર મંદિર આગળ નમન કરીશ+અને તમારા નામનો જયજયકાર કરીશ;+તમે તમારાં વચનોને અને તમારા નામને બીજા બધાથી ખૂબ ઊંચાં કર્યાં છે.*  ૩  મેં તમને પોકાર કર્યો, એ જ દિવસે તમે જવાબ આપ્યો.+ તમે મને બળવાન અને હિંમતવાન કર્યો.+  ૪  હે યહોવા, પૃથ્વીના બધા રાજાઓ તમારી સ્તુતિ કરશે,+કેમ કે તમારાં વચનો તેઓએ સાંભળ્યાં છે.  ૫  તેઓ યહોવાના માર્ગોના ગુણગાન ગાશે,કેમ કે યહોવાનું ગૌરવ મહાન છે.+  ૬  યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે.+ પણ અભિમાનીને તે પોતાનાથી દૂર જ રાખે છે.+  ૭  ભલે મારે જોખમોમાંથી પસાર થવું પડે, પણ તમે મારો જીવ બચાવશો.+ રોષે ભરાયેલા મારા દુશ્મનો સામે તમે હાથ ઉઠાવશો. તમારો જમણો હાથ મને બચાવશે.  ૮  યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે. હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+ તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+

ફૂટનોટ

અથવા કદાચ, “બીજા દેવોના વિરોધમાં હું તમારા માટે સંગીત વગાડીશ.”
અથવા કદાચ, “તમે તમારાં વચનોને તમારા નામથી ખૂબ ઊંચાં કર્યાં છે.”