ગીતશાસ્ત્ર ૧૪૧:૧-૧૦

  • રક્ષણ માટેની પ્રાર્થના

    • ‘મારી પ્રાર્થના ધૂપ જેવી થાઓ’ ()

    • નેક માણસનો ઠપકો તેલ જેવો ()

    • દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે (૧૦)

દાઉદનું ગીત. ૧૪૧  હે યહોવા, હું તમને વિનંતી કરું છું.+ મને મદદ કરવા દોડી આવો.+ હું તમને પોકાર કરું ત્યારે ધ્યાન આપો.+  ૨  મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા+ ધૂપ*+ જેવી થાઓ. પ્રાર્થનામાં ઊંચા થયેલા મારા હાથ સાંજના અનાજ-અર્પણ* જેવા થાઓ.+  ૩  હે યહોવા, મારા મોં પર ચોકી રાખો,મારા હોઠો પર પહેરો ગોઠવો.+  ૪  મારા દિલને બૂરાઈ તરફ ઢળવા ન દો,+જેથી હું દુષ્ટોનાં કામોમાં ભાગીદાર ન બનુંઅને તેઓની મિજબાનીમાં ક્યારેય ખાવા ન બેસું.  ૫  જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+ જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+હું એને નકારીશ નહિ.+ તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ.  ૬  અમુક લોકો ન્યાયાધીશોને ભેખડ પરથી ફેંકી દે છે,પણ લોકો મારી વાત પર ધ્યાન આપે છે, કેમ કે એ તેઓને આનંદ આપે છે.  ૭  કોઈ જેમ જમીન ખેડે ત્યારે, માટીનાં ઢેફાં ભાંગીને વિખેરી નાખે છે,તેમ અમારાં હાડકાં કબરના* મુખ આગળ વિખેરી નાખેલાં છે.  ૮  પણ હે વિશ્વના માલિક યહોવા, મારી આંખો તમારા તરફ મીટ માંડે છે.+ મેં તમારામાં આશરો લીધો છે. મારો જીવ લઈ લેશો નહિ.  ૯  તેઓએ બિછાવેલી જાળમાંથી મને છોડાવો,દુષ્ટોના ફાંદાથી મારું રક્ષણ કરો. ૧૦  બધા દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે,+જ્યારે કે હું બચીને સલામત નીકળી જઈશ.

ફૂટનોટ

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.