ગીતશાસ્ત્ર ૧૪૩:૧-૧૨

  • સૂકી વેરાન જમીનની જેમ ઈશ્વર માટેની તરસ

    • ‘હું તમારાં કાર્યો પર મનન કરું છું’ ()

    • “મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો” (૧૦)

    • ‘તમારી શક્તિ મને દોરે’ (૧૦)

દાઉદનું ગીત. ૧૪૩  હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,+મદદ માટેની મારી અરજને કાન ધરો. મને જવાબ આપો, કેમ કે તમે વફાદાર અને નેક છો.  ૨  તમારા આ સેવક પર મુકદ્દમો ચલાવશો નહિ,કેમ કે કોઈ પણ માણસ તમારી આગળ નેક ઠરી શકતો નથી.+  ૩  દુશ્મન મારો પીછો કરે છે. તેણે મને ભોંયભેગો કરીને કચડી નાખ્યો છે. લાંબા સમયથી મરણ પામેલા લોકોની જેમ,મને અંધકારમાં નાખી દીધો છે.  ૪  હું કમજોર થતો જાઉં છું,+મારું મન ઉદાસ થઈ ગયું છે.+  ૫  હું વીતેલા દિવસો યાદ કરું છું,તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+ હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.  ૬  હું તમારી આગળ હાથ ફેલાવું છું. હું સૂકી વેરાન જમીન જેવો છું અને તમારા માટે તરસું છું.+ (સેલાહ)  ૭  હે યહોવા, મને જલદી જવાબ આપો.+ મારી શક્તિ ખૂટી ગઈ છે.+ મારાથી તમારું મુખ ફેરવી ન લેશો,+નહિ તો હું કબરમાં* ઊતરી જનાર જેવો થઈ જઈશ.+  ૮  મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું. કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.  ૯  હે યહોવા, દુશ્મનોથી મને છોડાવો,તેઓથી મારું રક્ષણ કરો.+ ૧૦  મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો,+કેમ કે તમે મારા ઈશ્વર છો. તમે ભલા છો;તમારી શક્તિ મને નેકીના દેશમાં* દોરી જાય. ૧૧  હે યહોવા, તમારા નામને લીધે મને જીવતો રાખો. મને મુશ્કેલીઓમાંથી છોડાવો, કેમ કે તમે નેક છો.+ ૧૨  તમારા અતૂટ પ્રેમને લીધે મારા દુશ્મનોનો સંહાર કરો.+ મને સતાવનારા લોકોનો નાશ કરો,+કેમ કે હું તમારો સેવક છું.+

ફૂટનોટ

અથવા, “કામોનો અભ્યાસ.”
અથવા, “ખાડામાં.”
અથવા, “સપાટ ભૂમિમાં.”