ગીતશાસ્ત્ર ૨૬:૧-૧૨

  • નિર્દોષ રીતે ચાલવું

    • “હે યહોવા, મને ચકાસો” ()

    • ખરાબ સંગતથી દૂર રહેવું (૪, ૫)

    • ‘હું ઈશ્વરની વેદીની આસપાસ ફરીશ’ ()

દાઉદનું ગીત. ૨૬  હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું નિર્દોષ* રીતે ચાલું છું.+ યહોવા પર મારો ભરોસો અડગ છે.+  ૨  હે યહોવા, મને ચકાસો અને મારી કસોટી કરો. મારા અંતરના વિચારો* અને મારું દિલ શુદ્ધ કરો.+  ૩  તમારો અતૂટ પ્રેમ* હંમેશાં મારી નજર આગળ છે,હું તમારા સતના પંથે ચાલું છું.+  ૪  હું કપટી માણસોની દોસ્તી રાખતો નથી+અને ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.*  ૫  ખરાબ માણસોની સંગત હું ધિક્કારું છું+અને દુષ્ટ માણસથી તો હું દૂર જ રહું છું.+  ૬  હે યહોવા, હું નિર્દોષ છું એ સાબિત કરવા મારા હાથ ધોઈશઅને તમારી વેદીની* આસપાસ ફરીશ,  ૭  જેથી હું મોટેથી તમારી આભાર-સ્તુતિ કરું+અને તમારાં બધાં મહાન કામો જાહેર કરું.  ૮  હે યહોવા, તમે રહો છો એ મંદિર મને ખૂબ પ્રિય છે,+જેના પર તમારું ગૌરવ છવાયેલું રહે છે.+  ૯  પાપીઓ સાથે મારો પણ નાશ ન કરતા,+ખૂની માણસો સાથે મને પણ મિટાવી ન દેતા. ૧૦  તેઓના હાથ શરમજનક કામો કરતા રહે છેઅને તેઓનો જમણો હાથ લાંચથી ભરેલો છે. ૧૧  પણ મેં નક્કી કર્યું છે કે હું નિર્દોષ* રીતે ચાલીશ,મને છોડાવી લો અને કૃપા બતાવો. ૧૨  હું સલામત જગ્યાએ ઊભો છું,+ભક્તોના ટોળામાં હું યહોવાનો જયજયકાર કરીશ.+

ફૂટનોટ

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
અથવા, “મારી ઊંડી લાગણીઓ.” મૂળ, “મારાં મૂત્રપિંડો.”
અથવા, “પોતાની ઓળખ છુપાવનારાને ટાળું છું.”
અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.