ગીતશાસ્ત્ર ૨૭:૧-૧૪

  • યહોવા મારા જીવનનો કિલ્લો

    • ઈશ્વરના મંદિર માટે આદરભાવ ()

    • ભલે માતા-પિતા સંભાળ ન રાખે, પણ યહોવા રાખશે (૧૦)

    • “યહોવામાં આશા રાખો” (૧૪)

દાઉદનું ગીત. ૨૭  યહોવા મારું અજવાળું+ અને મારો ઉદ્ધાર છે,તો પછી મને કોનો ડર?+ યહોવા મારા જીવનનો કિલ્લો છે,+તો પછી મને કોનો ભય?  ૨  જ્યારે દુષ્ટ માણસોએ મને ખતમ કરવા હુમલો કર્યો,+ત્યારે મારા વેરીઓ અને મારા શત્રુઓ પોતે જ ઠોકર ખાઈને પડ્યા.  ૩  મારી વિરુદ્ધ ભલે આખું લશ્કર છાવણી નાખે,તોપણ મારું દિલ ગભરાશે નહિ.+ મારી વિરુદ્ધ ભલે યુદ્ધ ફાટી નીકળે,તોપણ મારો ભરોસો અડગ રહેશે.  ૪  યહોવાને મારી એક વિનંતી છે,મારી એક તમન્‍ના છે કે,જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+હું યહોવાની ભલાઈ પર મનન કરુંઅને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+  ૫  સંકટના દિવસે તે મને પોતાના તંબુમાં સંતાડી દેશે.+ તે મને તેમના મંડપમાં છુપાવી દેશે.+ તે મને ઊંચા ખડક પર લઈ જશે.+  ૬  મને ઘેરી વળેલા દુશ્મનો પર મારી જીત થાય છે. હું ખુશીનો પોકાર કરતાં કરતાં તેમના મંડપમાં બલિદાનો ચઢાવીશ. હું ગીતો ગાતાં ગાતાં યહોવાની સ્તુતિ કરીશ.*  ૭  હે યહોવા, મારો પોકાર સાંભળજો,+મારા પર રહેમ કરજો, મને જવાબ આપજો.+  ૮  મારું દિલ તમારી આજ્ઞા યાદ કરે છે: “મારી કૃપા* શોધ.” હે યહોવા, હું તમારી કૃપા શોધીશ.+  ૯  મારાથી તમારું મુખ ફેરવી ન લેતા,+ગુસ્સે ભરાઈને તમારા ભક્તને કાઢી ન મૂકતા. તમે જ મને સહાય કરનાર છો.+ હે મારા ઉદ્ધારના ઈશ્વર, મારો ત્યાગ ન કરતા, મને છોડી ન દેતા. ૧૦  ભલે મારાં માતા-પિતા મારો ત્યાગ કરે,+પણ યહોવા મારી સંભાળ રાખશે.+ ૧૧  હે યહોવા, મને તમારો માર્ગ શીખવો,+સાચા* માર્ગે દોરીને દુશ્મનોથી મારું રક્ષણ કરો. ૧૨  મને મારા વેરીઓના હાથમાં સોંપી ન દો,+કેમ કે મારી વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ ઊભા થયા છે+અને તેઓ મારઝૂડ કરવાની ધમકી આપે છે. ૧૩  હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ,એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત?*+ ૧૪  યહોવામાં આશા રાખો.+ હિંમત રાખો અને મન મક્કમ કરો.+ હા, યહોવામાં આશા રાખો.

ફૂટનોટ

અથવા, “ધ્યાનથી.”
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”
મૂળ, “મારું મુખ.”
અથવા, “ન્યાયીપણાના.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા કદાચ, “મને ચોક્કસ શ્રદ્ધા છે કે મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ.”