ગીતશાસ્ત્ર ૩:૧-૮

  • જોખમમાં પણ ઈશ્વર પર ભરોસો

    • “મારા દુશ્મનો કેમ આટલા બધા છે?” ()

    • “હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો” ()

દાઉદનું ગીત. તે પોતાના દીકરા આબ્શાલોમથી નાસતો હતો, એ વખતનું ગીત.+  હે યહોવા, મારા દુશ્મનો કેમ આટલા બધા છે?+ મારી વિરુદ્ધ થનારા કેમ આટલા બધા છે?+  ૨  મારા વિશે ઘણા કહે છે: “ભગવાન તેને નહિ બચાવે.”+ (સેલાહ)*  ૩  પણ હે યહોવા, તમે મારી ફરતે ઢાલ છો,+મારું ગૌરવ છો,+ મારું માથું ઊંચું કરનાર છો.+  ૪  હું યહોવાને મોટેથી પોકારીશ,તે પવિત્ર પર્વત+ પરથી જવાબ આપશે. (સેલાહ)  ૫  હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ. હું સહીસલામત પાછો ઊઠીશ,કેમ કે યહોવા હરઘડી મારી સાથે છે.+  ૬  મને ચારે બાજુથી હજારોએ ઘેરી લીધો છે,તોપણ હું ડરતો નથી.+  ૭  હે યહોવા, ઊઠો! હે મારા ભગવાન, મને બચાવો!+ તમે મારા બધા દુશ્મનોનાં જડબાં પર મારશોઅને દુષ્ટોના દાંત તોડી નાખશો.+  ૮  હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો.+ તમારા લોકો પર તમારો આશીર્વાદ છે. (સેલાહ)

ફૂટનોટ