ગીતશાસ્ત્ર ૩૦:૧-૧૨

  • વિલાપ ખુશીમાં ફેરવાઈ ગયો

    • ઈશ્વરની કૃપા જીવનભર રહે છે ()

ઘરના ઉદ્‍ઘાટન* વખતનું દાઉદનું ગીત. ૩૦  હે યહોવા, હું તમને મોટા મનાવીશ, કેમ કે તમે મને બચાવી લીધો છે. તમે દુશ્મનોને મારા પર ખુશ થવા દીધા નથી.+  ૨  હે યહોવા મારા ઈશ્વર, મેં તમને મદદનો પોકાર કર્યો અને તમે મને સાજો કર્યો.+  ૩  હે યહોવા, તમે મને કબરમાંથી* બહાર ખેંચી લાવ્યા છો.+ તમે મને જીવતો રાખ્યો છે. તમે મને કબરમાં* ઊતરી જતા બચાવ્યો છે.+  ૪  હે યહોવાના વફાદાર ભક્તો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ,*+તેમના પવિત્ર નામનો+ જયજયકાર કરો;  ૫  કેમ કે તેમનો કોપ પળ બે પળનો છે,+પણ તેમની કૃપા જીવનભર રહે છે.+ સાંજે ભલે રુદન આવે, પણ સવાર આનંદનો પોકાર લાવે છે.+  ૬  જ્યારે હું સુખી હતો, ત્યારે મેં કહ્યું હતું: “કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.”  ૭  હે યહોવા, તમારી કૃપા મારા પર હતી ત્યારે, તમે મને પર્વત જેવો અડગ બનાવ્યો.+ પણ તમે મુખ ફેરવી લીધું ત્યારે, મારા હાંજા ગગડી ગયા.+  ૮  હે યહોવા, હું તમને પોકારતો રહ્યો.+ હું યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કરતો રહ્યો.  ૯  મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+ શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+ ૧૦  હે યહોવા, સાંભળો અને મારા પર કૃપા કરો.+ હે યહોવા, મને મદદ કરો.+ ૧૧  તમે મારા વિલાપને ખુશીમાં* બદલી નાખ્યો છે,તમે મારા શોકનાં વસ્ત્રો* ઉતારીને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે, ૧૨  જેથી હું તમારો જયજયકાર કરું અને ચૂપ બેસી ન રહું. હે યહોવા મારા ઈશ્વર, હું સદાને માટે તમારી આરાધના કરીશ.

ફૂટનોટ

અથવા, “સમર્પણ.”
અથવા, “ખાડામાં.”
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”
અથવા, “ખાડામાં.”
મૂળ, “નૃત્યમાં.”
મૂળ, “કંતાન.”