ગીતશાસ્ત્ર ૪૨:૧-૧૧

  • મહાન તારણહાર ઈશ્વરની સ્તુતિ

    • પાણી માટે તરસતાં હરણની જેમ ઈશ્વર માટે તરસ (૧, ૨)

    • “હું કેમ નિરાશ છું?” (, ૧૧)

    • “ઈશ્વરની રાહ જો” (, ૧૧)

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.* ૪૨  જેમ હરણ પાણીનાં ઝરણાં માટે તરસે છે,તેમ હે ઈશ્વર, હું તમારા માટે તરસું છું.  ૨  હું ઈશ્વર માટે, હા, જીવતા ઈશ્વર માટે તલપું છું.+ હું ક્યારે ઈશ્વરના દર્શન કરી શકીશ?+  ૩  હું રાત-દિવસ આંસુ પીને પેટ ભરું છું. આખો દિવસ લોકો મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+  ૪  હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું: એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+ હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો.  ૫  હું કેમ નિરાશ છું?+ મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે? ઈશ્વરની રાહ જો,+હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર છે.+  ૬  હે મારા ઈશ્વર, હું નિરાશ છું.+ એટલા માટે જ હું તમનેયર્દનના વિસ્તારમાંથી, હેર્મોનનાં શિખરો પરથી,મિઝાર પર્વત* પરથી યાદ કરું છું.+  ૭  તમારા પાણીના ધોધનો અવાજ સાંભળીનેઊંડા પાણીને ઊંડા પાણી બોલાવે છે. તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.+  ૮  દિવસે યહોવા પોતાનો અતૂટ પ્રેમ મારા પર વરસાવશે,રાતે તેમનું ગીત મારે હોઠે રમશે,જીવનદાતા ઈશ્વરને મારી પ્રાર્થના જશે.+  ૯  હું મારા ભગવાનને, મારા ખડકને કહીશ: “તું મને કેમ વીસરી ગયો છે?+ મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?”+ ૧૦  મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે. આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+ ૧૧  હું કેમ નિરાશ છું? મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે? ઈશ્વરની રાહ જો,+હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

ફૂટનોટ

અથવા, “ધીરે ધીરે.”
અથવા, “ડુંગર.”
અથવા કદાચ, “મારાં હાડકાં કચડી નાખતા હોય તેમ.”