ગીતશાસ્ત્ર ૪૮:૧-૧૪

  • મહાન રાજાનું શહેર સિયોન

    • આખી પૃથ્વીનો આનંદ ()

    • શહેર અને એના મિનારાઓ પર ધ્યાન આપો (૧૧-૧૩)

કોરાહના દીકરાઓનું ગીત.+ ૪૮  આપણા ઈશ્વરના શહેરમાં, તેમના પવિત્ર પર્વત પરયહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.  ૨  દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+  ૩  એ શહેરના મજબૂત મિનારાઓમાંઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+  ૪  જુઓ, રાજાઓ ભેગા થયા છે,તેઓ એકસાથે ચઢી આવ્યા છે.  ૫  પણ શહેરને જોઈને તેઓ દંગ રહી ગયા. તેઓ ગભરાઈ ગયા અને ડરના માર્યા નાસી છૂટ્યા.  ૬  તેઓ ભયથી થરથર કાંપવા લાગ્યા,બાળકને જન્મ આપતી સ્ત્રીના જેવી તેઓને પીડા થઈ.  ૭  પૂર્વથી વંટોળ લાવીને તમે તાર્શીશનાં વહાણો તોડી પાડ્યાં.  ૮  અમે જે સાંભળ્યું હતું એ હવે નજરોનજર જોયું છે. ઈશ્વરના શહેરમાં, સૈન્યોના ઈશ્વર યહોવાના શહેરમાં એ જોયું છે. ઈશ્વર એ શહેરનું કાયમ માટે રક્ષણ કરશે.+ (સેલાહ)  ૯  હે ઈશ્વર, અમે તમારા મંદિરમાંતમારા અતૂટ પ્રેમ પર મનન કરીએ છીએ.+ ૧૦  હે ઈશ્વર, તમારા નામની જેમ તમારી સ્તુતિ પણપૃથ્વીના છેડાઓ સુધી ગુંજે છે.+ તમારો જમણો હાથ સચ્ચાઈથી ભરેલો છે.+ ૧૧  તમારા ન્યાયચુકાદાઓને લીધે,સિયોન પર્વત+ આનંદ કરોઅને યહૂદાનાં નગરો* ખુશી મનાવો.+ ૧૨  સિયોન ફરતે કૂચ કરો, એની ચારે બાજુ પ્રદક્ષિણા કરો. એના મિનારાઓની ગણતરી કરો.+ ૧૩  એની અડીખમ દીવાલોનો વિચાર કરો,+એના મજબૂત મિનારાઓ પર ધ્યાન આપો,જેથી આવનાર પેઢીઓને તમે એ વિશે જણાવી શકો. ૧૪  આ ઈશ્વર સદાને માટે આપણા ઈશ્વર છે.+ તે સદાને માટે* આપણને દોરશે.+

ફૂટનોટ

અથવા, “ગઢ.”
મૂળ, “યહૂદાની દીકરીઓ.”
અથવા કદાચ, “આપણા મરણ સુધી.”