ગીતશાસ્ત્ર ૬૧:૧-૮

  • દુશ્મનો સામે ઈશ્વર મજબૂત કિલ્લો

    • ‘હું તમારા મંડપમાં મહેમાન બનીશ’ ()

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત. ૬૧  હે ઈશ્વર, મદદ માટેનો મારો પોકાર સાંભળો. મારી પ્રાર્થના પર ધ્યાન આપો.+  ૨  મારું દિલ પરેશાન* હોય ત્યારે,+હું પૃથ્વીના છેડાઓથી તમને સાદ દઈશ. તમે મને ઊંચા ખડક પર દોરી જજો.+  ૩  તમે મારો આશરો છો,તમે મજબૂત કિલ્લો છો અને દુશ્મનોથી મારી રક્ષા કરો છો.+  ૪  હું તમારા મંડપમાં કાયમ માટે મહેમાન બનીશ.+ હું તમારી પાંખોની છાયામાં આશરો લઈશ.+ (સેલાહ)  ૫  હે ભગવાન, તમે મારી માનતાઓ સાંભળી છે. તમે મને એ વારસો આપ્યો છે, જે તમારા નામનો ભય રાખનારાઓને મળે છે.+  ૬  તમે રાજાને લાંબી ઉંમર આપશો.+ તે પેઢીઓની પેઢીઓ જીવશે.  ૭  ઈશ્વરની આગળ તે સદાને માટે રાજગાદીએ બેસશે.+ તમારો અતૂટ પ્રેમ અને તમારી વફાદારી રાજાનું રક્ષણ કરો.+  ૮  હું દરરોજ મારી માનતાઓ પૂરી કરીશ+અને તમારા નામનો હંમેશ માટે જયજયકાર કરીશ.*+

ફૂટનોટ

અથવા, “કમજોર.”
અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”