ગીતશાસ્ત્ર ૭૧:૧-૨૪

  • ઘરડા લોકોનો ભરોસો

    • યુવાનીથી ઈશ્વર પર ભરોસો ()

    • “મારું બળ ખૂટી જાય ત્યારે” ()

    • ‘ઈશ્વરે મને યુવાનીથી શીખવ્યું છે’ (૧૭)

૭૧  હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે. મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+  ૨  તમારી સચ્ચાઈને લીધે મને બચાવો અને મને છોડાવો. મારી તરફ તમારો કાન ધરો* અને મને બચાવો.+  ૩  મારા માટે ખડક પરનો ગઢ બનો,જેમાં હું હંમેશાં દોડી જઈ શકું. મને બચાવવાનો હુકમ કરો,કેમ કે તમે મારો ખડક અને મારો કિલ્લો છો.+  ૪  હે મારા ભગવાન, મને દુષ્ટના હાથમાંથી છોડાવો,+અન્યાયી અને જુલમી માણસની પકડમાંથી મને બચાવો.  ૫  હે વિશ્વના માલિક યહોવા, તમે જ મારી આશા છો. મારી યુવાનીથી મેં તમારા પર ભરોસો રાખ્યો છે.+  ૬  મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે. માના ગર્ભમાંથી મને બહાર કાઢનાર તમે જ હતા.+ હું નિરંતર તમારા યશોગાન ગાઉં છું.  ૭  મારી સાથે જે બન્યું, એ જોઈને ઘણાને નવાઈ લાગે છે,પણ મારા માટે તો તમે જ મજબૂત ગઢ છો.  ૮  મારું મોં તમારી સ્તુતિથી ભરપૂર છે.+ આખો દિવસ હું તમારા ગૌરવની વાતો કરું છું.  ૯  મારા ઘડપણમાં મને તરછોડી ન દેતા.+ મારું બળ ખૂટી જાય ત્યારે મારો ત્યાગ ન કરતા.+ ૧૦  મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે,મારો જીવ લેવા ટાંપીને બેઠેલાઓ ભેગા મળીને કાવાદાવા કરે છે.+ ૧૧  તેઓ કહે છે: “ઈશ્વરે તેને તરછોડી દીધો છે. તેની પાછળ પડો અને પકડી લો, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”+ ૧૨  હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ભગવાન, મને મદદ કરવા ઉતાવળ કરો.+ ૧૩  જેઓ મારો વિરોધ કરે છે,તેઓ શરમાઓ અને નાશ પામો.+ મારા પર તકલીફો આવે એવું ચાહનારાઓ શરમ અને અપમાનથી ઢંકાઈ જાઓ.+ ૧૪  પણ હું તો તમારી રાહ જોઈશ. હું તમારી વધુ ને વધુ સ્તુતિ કરીશ. ૧૫  મારું મોં તમારો સાચો માર્ગ જણાવશે,+આખો દિવસ ઉદ્ધારનાં તમારાં કામોનું રટણ કરશે,ભલે એની ગણતરી કરવી* મારા માટે મુશ્કેલ છે.+ ૧૬  હે વિશ્વના માલિક યહોવા,તમારાં મહાન કામોનું હું વર્ણન કરીશ. હું તમારા, ફક્ત તમારા ખરા માર્ગ વિશે વાત કરીશ. ૧૭  હે ઈશ્વર, તમે મને મારી યુવાનીથી શીખવ્યું છે.+ હું આજ સુધી તમારાં અજાયબ કામો પ્રગટ કરું છું.+ ૧૮  હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+ તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+ ૧૯  હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+ ૨૦  ખરું કે તમે મને મુશ્કેલીઓ અને આફતો સહેવા દીધી,+પણ મને ફરીથી તાજગી આપો. પૃથ્વીનાં ઊંડાણોમાંથી મને બહાર કાઢી લાવો.+ ૨૧  મારું માન-સન્માન વધારો,મારું રક્ષણ કરો અને મને દિલાસો આપો. ૨૨  હે મારા ઈશ્વર, તમારી વફાદારીને લીધે,+હું તારવાળું વાજિંત્ર વગાડીને તમારો જયજયકાર કરીશ. હે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર,હું વીણા વગાડીને તમારી સ્તુતિ ગાઈશ.* ૨૩  હું તમારી સ્તુતિનાં ગીતો ગાઈશ ત્યારે, મારા હોઠો આનંદથી પોકારી ઊઠશે,+કેમ કે તમે મારું જીવન બચાવ્યું છે.+ ૨૪  મારી જીભ આખો દિવસ તમારા સાચા માર્ગ વિશે વાતો કરશે.+ મારો વિનાશ ચાહનારાઓ લજવાશે અને બદનામ થશે.+

ફૂટનોટ

અથવા, “નમીને સાંભળો.”
અથવા, “એ સમજવું.”
શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”