ગીતશાસ્ત્ર ૮:૧-૯

  • ઈશ્વરને મહિમા અને માણસને આદર

    • “તમારું નામ કેટલું મહાન છે!” (, )

    • ‘મનુષ્યોનું મહત્ત્વ કેટલું?’ ()

    • માણસને માન-મહિમાનો તાજ પહેરાવ્યો ()

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.  હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે! તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+  ૨  તમારા દુશ્મનોને લીધે,તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે+ તમારી શક્તિ દેખાડી આપી છે. દુશ્મન અને વેરીનાં મોં પર તમે તાળાં મારી દીધાં છે.  ૩  જ્યારે હું તમારું આકાશ, તમારી આંગળીઓની કરામત જોઉં છું,તમે બનાવેલા ચાંદ-તારા જોઉં છું,+  ૪  ત્યારે મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો અને માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો.+  ૫  તમે તેને દૂતો* કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.  ૬  તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો,+બધું જ તમે તેના પગ નીચે મૂકી દીધું:  ૭  બધાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાં,જંગલી જાનવરો,+  ૮  આકાશનાં પક્ષીઓ, દરિયાની માછલીઓ,દરિયાના વહેણમાં તરનારાં બધાં તેને સોંપ્યાં.  ૯  હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!

ફૂટનોટ

અથવા કદાચ, “તમારા ગૌરવનાં ગીતો આકાશોથી ઊંચે ગવાય છે.”
અથવા, “જેઓ ઈશ્વર જેવા છે, તેઓના.” શબ્દસૂચિ જુઓ.