ગીતશાસ્ત્ર ૮૪:૧-૧૨

  • ઈશ્વરના ભવ્ય મંડપ માટેની તડપ

    • પક્ષી જેવા બનવા લેવીની ઝંખના ()

    • “તમારાં આંગણાંમાંનો એક દિવસ” (૧૦)

    • “ઈશ્વર સૂર્ય અને ઢાલ છે” (૧૧)

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ ૮૪  હે સૈન્યોના ઈશ્વર યહોવા,મને તમારા ભવ્ય મંડપ પર ખૂબ પ્રેમ છે.+  ૨  યહોવાનાં આંગણાં માટે+હું તડપું છું,હા, એના માટે ઝૂરી ઝૂરીને હું બેભાન થયો છું. મારું તન-મન આનંદથી જીવતા ઈશ્વરનો જયજયકાર કરે છે.  ૩  હે મારા રાજા, મારા ઈશ્વર! હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી ભવ્ય વેદી પાસેપક્ષીને પણ ઘર મળી રહે છે,અબાબીલ ત્યાં માળો બાંધે છેઅને પોતાનાં બચ્ચાંની સંભાળ રાખે છે.  ૪  તમારા મંદિરમાં રહેનારાઓ કેટલા સુખી છે!+ તેઓ કાયમ તમારી સ્તુતિ કરે છે.+ (સેલાહ)  ૫  એ લોકો સુખી છે, જેઓ તમારી પાસેથી શક્તિ મેળવે છે,+જેઓનાં દિલ તમારા મંદિરના માર્ગો પર જવાની તમન્‍ના રાખે છે.  ૬  તેઓ બાકા ખીણમાંથી* પસાર થાય છે ત્યારે,એને જાણે ઝરાઓનો વિસ્તાર સમજે છે. પહેલો વરસાદ એના પર આશીર્વાદો વરસાવે છે.*  ૭  ડગલે ને પગલે તેઓનું બળ વધતું જાય છે.+ દરેક વ્યક્તિ ઈશ્વર આગળ સિયોનમાં હાજર થાય છે.  ૮  હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો. હે યાકૂબના ઈશ્વર, સાંભળો. (સેલાહ)  ૯  હે અમારા ઈશ્વર, અમારી ઢાલ,+ ધ્યાન આપો.* તમારા અભિષિક્તને કૃપા બતાવો.+ ૧૦  હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે!+ દુષ્ટોના તંબુઓમાં રહેવા કરતાં,મારા ઈશ્વરના મંદિરના ઉંબરા પર સેવા કરવાનું* હું વધારે પસંદ કરું છું. ૧૧  યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે. ૧૨  હે સૈન્યોના ઈશ્વર યહોવા,તમારા પર ભરોસો રાખનાર માણસ સુખી છે.+

ફૂટનોટ

અથવા, “બાકા ઝાડીઓની ખીણમાંથી.”
અથવા કદાચ, “શિક્ષકનો જયજયકાર થાય છે.”
અથવા કદાચ, “હે ઈશ્વર, અમારી ઢાલ પર કૃપા બતાવો.”
મૂળ, “ઊભા રહેવાનું.”
અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.