ગીતશાસ્ત્ર ૮૮:૧-૧૮

  • મરણના પંજામાંથી બચાવી લેવાની પ્રાર્થના

    • “હું કબરના દરવાજે ઊભો છું” ()

    • ‘રોજ સવારે હું અરજ કરું છું’ (૧૩)

કોરાહના દીકરાઓનું ગીત.+ સંગીત સંચાલક માટે સૂચન: માહલાથના* રાગ પ્રમાણે વારાફરતી ગાવું. ઝેરાહી હેમાનનું માસ્કીલ.*+ ૮૮  હે યહોવા, મારા ઉદ્ધારના ઈશ્વર,+દિવસે હું તમને પોકારી ઊઠું છુંઅને રાતે પણ હું તમારી આગળ કાલાવાલા કરું છું.+  ૨  મારી પ્રાર્થના તમારા સુધી પહોંચે,+મદદ માટેના મારા પોકારને કાન ધરો.*+  ૩  મારા જીવનમાં દુઃખ-તકલીફોનો કોઈ પાર નથી,+હું કબરના* દરવાજે ઊભો છું.+  ૪  કબરમાં* ઊતરી જનારાઓમાં મારી ગણતરી થાય છે.+ હું સાવ લાચાર બની ગયો છું.+  ૫  હું જાણે કતલ થઈને કબરમાં પડ્યો છું,મરણ પામેલાઓ વચ્ચે ત્યજી દેવાયો છું. તેઓને તમે હવે યાદ કરતા નથી,તેઓ હવે તમારી છાયા નીચેથી દૂર થઈ ગયા છે.  ૬  તમે મને અંધારી જગ્યામાં, મોટા ખાડામાં,એકદમ અનંત ઊંડાણમાં* નાખી દીધો છે.  ૭  તમારા કોપના બોજથી હું કચડાઈ જાઉં છું.+ તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે. (સેલાહ)  ૮  તમે ઓળખીતાઓને મારાથી દૂર કરી દીધા છે.+ તેઓની નજરમાં મને ધિક્કારપાત્ર બનાવી દીધો છે. હું એવો ફસાયો છું કે છટકી શકું એમ નથી.  ૯  દુઃખ-દર્દને લીધે મારી આંખો ઝાંખી પડી ગઈ છે.+ હે યહોવા, આખો દિવસ હું તમને પોકારું છું.+ તમારી આગળ મારા હાથ ફેલાવું છું. ૧૦  શું તમે ગુજરી ગયેલાઓ માટે ચમત્કારો કરશો? શું મોતની ઊંઘમાં સરી ગયેલાઓ તમારી સ્તુતિ કરવા ઊભા થશે?+ (સેલાહ) ૧૧  શું કબરમાં તમારા અતૂટ પ્રેમ વિશે જણાવવામાં આવશે? કે પછી વિનાશની જગ્યામાં* શું તમારી વફાદારી જાહેર કરાશે? ૧૨  શું તમારાં અજાયબ કામોની જાણ અંધકારમાં કરાશે? અથવા ભુલાઈ ગયેલાઓના દેશમાં શું તમારી સચ્ચાઈ વિશે ખબર અપાશે?+ ૧૩  પણ હે યહોવા, મદદ માટે હું હજુ પણ તમને આજીજી કરું છું.+ રોજ સવારે મારી અરજ તમારી પાસે પહોંચે છે.+ ૧૪  હે યહોવા, તમે મને કેમ ત્યજી દો છો?+ મારાથી તમારું મોં કેમ ફેરવી લો છો?+ ૧૫  મારી યુવાનીથી હું દુઃખ સહન કરતો આવ્યો છું અને હું મરવાની અણી પર છું.+ તમે મારા પર આફતો આવવા દીધી છે,એ સહન કરી કરીને હું ભાંગી પડ્યો છું. ૧૬  તમારા ગુસ્સાની આગ મને ભસ્મ કરી નાખે છે.+ તમારી બીક મારો વિનાશ કરે છે. ૧૭  આખો દિવસ તેઓ પાણીની જેમ મારા પર ફરી વળે છે. તેઓ બધી બાજુથી* મારા પર ધસી આવે છે. ૧૮  તમે મારા દોસ્તો અને સાથીદારોને મારાથી દૂર કર્યા છે,+હવે તો બસ અંધકાર જ મારો દોસ્ત, મારો સાથી છે.

ફૂટનોટ

અથવા, “નમીને સાંભળો.”
અથવા, “ખાડામાં.”
હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.
અથવા કદાચ, “બધા એકસાથે.”