ગીતશાસ્ત્ર ૯૯:૧-૯

  • યહોવા પવિત્ર રાજા

    • કરૂબો પર બિરાજમાન ()

    • માફી આપનાર અને સજા કરનાર ઈશ્વર ()

૯૯  યહોવા રાજા બન્યા છે!+ લોકો કાંપી ઊઠો. તે કરૂબો પર* બિરાજમાન છે!+ પૃથ્વી ધ્રૂજી ઊઠો.  ૨  યહોવા સિયોનમાં મહાન છે. તે બધા લોકો ઉપર રાજ કરે છે.+  ૩  લોકો તમારા મહાન નામનો જયજયકાર કરો,+કેમ કે એ અજાયબ* અને પવિત્ર છે.  ૪  તે શૂરવીર રાજા છે, જેને ઇન્સાફ પસંદ છે.+ તમે સત્યને અડગ રીતે સ્થાપન કર્યું છે. તમે યાકૂબમાં ન્યાય અને સચ્ચાઈ લઈ આવ્યા છો.+  ૫  યહોવા આપણા ઈશ્વરને મોટા માનો+ અને તેમના ચરણે* નમન* કરો.+ તે પવિત્ર છે.+  ૬  તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+ તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+ તેઓ યહોવાને સાદ દેતાઅને તે જવાબ આપતા.+  ૭  તે વાદળના સ્તંભમાંથી તેઓ સાથે વાત કરતા.+ તેમણે આપેલા કાયદા-કાનૂન અને આદેશો તેઓએ પાળ્યા.+  ૮  હે યહોવા અમારા ઈશ્વર, તમે તેઓને જવાબ આપ્યો.+ તમે તેઓને માફી આપી.+ પણ તેઓએ પાપ કર્યું ત્યારે તમે સજા કરી.+  ૯  યહોવા આપણા ઈશ્વરને મોટા માનો.+ તેમના પવિત્ર પર્વત આગળ નમન* કરો,+કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.+

ફૂટનોટ

અથવા કદાચ, “વચ્ચે.”
અથવા, “ભય અને માન જગાડનારું.”
અથવા, “ભક્તિ.”
અથવા, “પગના આસન આગળ.”
અથવા, “ભક્તિ.”