ઝખાર્યા ૩:૧-૧૦

  • દર્શન ૪: પ્રમુખ યાજકનાં કપડાં બદલવામાં આવ્યાં (૧-૧૦)

    • પ્રમુખ યાજક યહોશુઆનો શેતાન વિરોધ કરે છે ()

    • ‘હું મારા સેવકને લાવીશ, જે અંકુર કહેવાય છે!’ ()

 પછી તેણે* મને પ્રમુખ યાજક* યહોશુઆ બતાવ્યો,+ જે યહોવાના દૂતની આગળ ઊભો હતો. યહોશુઆનો વિરોધ કરવા શેતાન*+ તેના જમણા હાથે ઊભો હતો. ૨  યહોવાના દૂતે શેતાનને કહ્યું: “ઓ શેતાન, યહોવા તને ધમકાવે!+ હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા+ તને ધમકાવે! શું આ માણસ આગમાંથી ખેંચી કાઢેલા લાકડા જેવો નથી?” ૩  હવે યહોશુઆ તો મેલાં કપડાં પહેરીને દૂતની આગળ ઊભો હતો. ૪  દૂતે પોતાની આગળ ઊભેલાઓને કહ્યું, “તેનાં મેલાં કપડાં ઉતારો.” પછી દૂતે તેને કહ્યું, “જો! હું તારા અપરાધ* દૂર કરું છું. તને ઉત્તમ કપડાં* પહેરાવવામાં આવશે.”+ ૫  મેં કહ્યું: “તેને ચોખ્ખી પાઘડી પહેરાવો.”+ તેઓએ તેના માથે ચોખ્ખી પાઘડી મૂકી અને તેને કપડાં પહેરાવ્યાં. એ વખતે યહોવાનો દૂત નજીકમાં જ ઊભો હતો. ૬  યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું: ૭  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જો તું મારા માર્ગોમાં ચાલીશ અને મેં સોંપેલી જવાબદારીઓ નિભાવીશ, તો તું મારા ઘરમાં ન્યાયાધીશ તરીકે સેવા આપીશ+ અને મારાં આંગણાંની* સંભાળ રાખીશ.* અહીં ઊભા છે તેઓની જેમ તું પણ મારી હજૂરમાં છૂટથી આવજા કરીશ.’ ૮  “‘હે પ્રમુખ યાજક યહોશુઆ, સાંભળ, તું અને તારી આગળ બેસતા તારા સાથીઓ ભવિષ્ય માટે નિશાની છો. જુઓ! હું મારા સેવકને લાવું છું,+ જે અંકુર કહેવાય છે!+ ૯  યહોશુઆ આગળ મૂકેલો પથ્થર જુઓ! એક પથ્થર પર સાત આંખો છે. હું એના પર એક લખાણ કોતરી રહ્યો છું. એક જ દિવસમાં હું એ દેશના અપરાધ દૂર કરીશ,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૧૦  “‘એ દિવસે તમારામાંથી દરેક જણ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને અંજીરી નીચે પોતાના પડોશીને બોલાવશે,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

ફૂટનોટ

એ કદાચ યહોવાને બતાવે છે.
અથવા, “દોષ.”
અથવા, “ખાસ પ્રસંગ માટેનાં કપડાં.”
અથવા, “ચોકી કરીશ.”