સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

અભ્યાસ માટે સૂચન

યહોવા વિશે કીમતી રત્નો શોધીએ

બાઇબલનો કોઈ અહેવાલ વાંચીએ છીએ ત્યારે, એને સારી રીતે સમજવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી શકીએ. પણ ફક્ત માહિતી જ ભેગી ન કરીએ, એ અહેવાલને વધારે સમજવા સંશોધન પણ કરીએ. આપણે યહોવાના ગુણો વિશે એવાં રત્નો શોધવા માંગીએ છીએ, જેથી તેમના માટેનો પ્રેમ વધે. એટલે બાઇબલ વાંચતી વખતે પોતાને પૂછી શકીએ, ‘બાઇબલનો આ અહેવાલ મને યહોવા વિશે શું શીખવે છે?’

દાખલા તરીકે, તમે કદાચ વિચારી શકો કે યહોવાએ કઈ રીતે પોતાના આ ચાર ગુણો બતાવ્યા છે: પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ. જોકે, યહોવામાં બીજા પણ સરસ ગુણો છે. તમે યહોવાના ગુણો વિશે વધારે ક્યાંથી જાણી શકો?

વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સમાં “યહોવા” મથાળું જુઓ. પછી “ગુણો નામ પ્રમાણે” ગૌણમથાળું જુઓ. એમાં યહોવાના ૫૦થી પણ વધારે ગુણો વિશે જણાવ્યું છે. બાઇબલ અહેવાલમાં તમે યહોવાના જે ગુણો વિશે વાંચ્યું હોય, એ વિશે સંશોધન કરો. (જો તમારી ભાષામાં ફક્ત યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા પ્રાપ્ય હોય, તો “યહોવા ઈશ્વર” વિષય નીચે આપેલું ગૌણમથાળું “યહોવાના ગુણો” જુઓ.)