સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ત્રીઓ પર અત્યાચાર દુનિયાભરની સમસ્યા

સ્ત્રીઓ પર અત્યાચાર દુનિયાભરની સમસ્યા

સ્ત્રીઓ પર અત્યાચાર દુનિયાભરની સમસ્યા

દુનિયાભરમાં સ્ત્રીઓ સામે જે જે અત્યાચાર થાય છે, જે જે જુલમ થાય છે એને રોકવા માટે દર વર્ષે પચ્ચીસમી નવેમ્બરનો દિવસ ઊજવાય છે. દિવસે દિવસે લોકો જોઈ શકે છે કે સ્ત્રીઓને કેવો અન્યાય થાય છે. એટલે જ જનરલ ઍસેમ્બલી ઑફ યુનાઇટેડ નેશન્સે સ્ત્રીઓને થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા ૧૯૯૯થી પચ્ચીસમી નવેમ્બરનો દિવસ પસંદ કર્યો છે.

ઘણા લોકો સ્ત્રીઓને હલકી ગણે છે. નીચી ગણે છે. નબળી ગણે છે. આ કંઈ વીતી ગયેલી કાલની જ વાત નથી કે નથી કોઈ જૂના જમાનાની વાત, આજના મૉડર્ન યુગમાં પણ મહિલાઓ જુલમ ને અન્યાયથી રૂંધાય છે. યુએનના અગાઉના જનરલ સેક્રેટરી કૉફી અન્‍નાને કહ્યું હતું, “સ્ત્રીઓ સામે જે અત્યાચાર થાય છે એ દુનિયાને ખૂણે ખૂણે જોવામાં આવે છે. પછી ભલે ગમે એ જ્ઞાતિના હોય, ગમે એ જાતિના હોય, ગમે એ રંગના હોય કે ગમે એ રૂપના હોય.”

રાધિકા કુમારસ્વામી, સ્ત્રીઓને થતા અત્યાચારના વિષય પર યુએન હ્યુમન રાઇટ્‌સની ખાસ રિપોર્ટર રહી ચૂકી છે. તે જણાવે છે કે, નારી સામે જે કોઈ અત્યાચાર થાય છે એને તે મૂંગે મોઢે સહન કરે છે અને “એ વાતને દબાવી રાખવામાં આવે છે. આ હકીકતને કોઈ બહાર નથી પાડતું. કોઈ વાત પણ કરવા નથી ચાહતું.” દક્ષિણ અમેરિકાના એક દેશમાં જ ૨૩ ટકા નારીઓ ઘરે જુલમ સહન કરે છે. કાઉન્સિલ ઑફ યુરોપ જણાવે છે કે યુરોપમાં દર ચાર સ્ત્રીઓમાં એક સ્ત્રી જીવનમાં ક્યારેક તો ઘરે કોઈ જાતનો જુલમ સહન કરે છે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં હાલના એક વર્ષમાં દર અઠવાડિયે બે સ્ત્રીઓનાં ખૂન થયાં છે. એ પણ કોઈ અજાણ્યાને હાથે નહિ, પણ લગ્‍ન કર્યા વગર તેઓ રહેતી હતી એ પુરુષના હાથે થયા છે. ઇન્ડિયા ટૂડે ઇન્ટરનેશનલ મૅગેઝિને રિપોર્ટ આપ્યો હતો કે, “ભારતમાં સ્ત્રીઓ ડરી ડરીને જીવે છે. ક્યારે કોની ઇજ્જત લૂંટાય કોને ખબર.” માનવ અધિકારોની એક સંસ્થા, એમનસ્ટિ ઇન્ટરનેશનલ જણાવે છે કે સ્ત્રીઓ ને છોકરીઓ પર જે જુલમ થાય છે એ “આજે તો ખરેખર બહુ મોટો અન્યાય કહેવાય.”

ઉપર આપણે જે જોઈ ગયા, શું ઈશ્વર પણ સ્ત્રીઓ વિષે એવું જ વિચારે છે? હવે પછીનો લેખ એનો જવાબ આપશે. (g 1/08)