સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો પૂછે છે . . . આપણે કેમ ગાળો ન બોલવી જોઈએ?

યુવાનો પૂછે છે . . . આપણે કેમ ગાળો ન બોલવી જોઈએ?

યુવાનો પૂછે છે . . . આપણે કેમ ગાળો ન બોલવી જોઈએ?

“મારી સ્કૂલમાં બધાય ગાળો બોલે, તેઓની સાથે સાથે હું યે બોલવા લાગી.”શેફાલી. *

“મને થયું કે ગાળો બોલવામાં શું વાંધો. ઘરેય બધાય બોલે અને સ્કૂલે પણ બધાય બોલે છે.”રીતેશ.

હવે ઘણાયને એમ થાય કે જો મોટા લોકો અપશબ્દો વાપરે તો કંઈ વાંધો નહિ પણ નાના વાપરે તો ખરાબ કહેવાય. શું એનો અર્થ એમ થાય કે અમુક ઉંમર પછી ગાળો બોલી શકાય? આજકાલ બધાય ગાળો બોલતા હોય તો એમાં શું વાંધો છે?

આજે લોકો કેમ ગાળ બોલતા હોય છે

આજકાલ જ્યાં જુઓ ત્યાં બધાય ગાળો બોલતા હોય છે. અમુક જુવનિયાઓએ દાવો કર્યો કે ગાળો સાંભળવાના અમને પૈસા મળતા હોત તો હું અમે ક્યારનય લાખોપતિ બની ગયો હોત. સોનિયા પંદર વર્ષની છે. તે કહે છે કે, “મારી સ્કૂલમાં છોકરા-છોકરીઓ વાત વાતમાં ગાળો જ બોલતા હોય છે. રાત દિવસ ગાળો સાંભળી સાંભળીને પછી આપણાથીયે બોલાય જાય.”

શું તમે પણ સોનિયાની જેમ વાત વાતમાં લોકોને ગાળો બોલતા સાંભળો છો? * શું તમને પણ સોનિયાની જેમ ગાળો બોલવાની ટેવ પડી ગઈ છે? હવે એક વાતનો જરા વિચાર કરો, કે તમે શા માટે ગાળો બોલો છો? એ વિચાર્યા પછી તમે ગાળો બોલવાની આદતને કાઢી શકશો.

તમે શા માટે ગાળ બોલો છો એનો વિચાર કરવા ચાલો અમુક સવાલો જોઈએ.

તમે ગાળો શા માટે બોલો છો એનો વિચાર કરો:

મગજ જાય ત્યારે?

લોકોનું ધ્યાન ખેંચવા?

બધાય બોલે છે એટલે?

હું કંઈક છું એ બતાવવા?

કોઈની સામે પડકાર ઉઠાવવા?

કે પછી બીજા કોઈ કારણને લીધે?

તમે ક્યારે ગાળો બોલો છો?

સ્કૂલમાં

કામ પર

ઈ-મેઈલ કરો ત્યારે, ચેટીંગ કરો ત્યારે કે ટેક્સ મેસેજ કરો ત્યારે

એકલા, એકલા હોય ત્યારે

ગાળો બોલવાના શું બહાના કાઢો છો?

દોસ્તો બોલે છે

મમ્મી પપ્પાય બોલે છે

ટિચર પણ ગાળો બોલે છે

ફિલ્મોમાંય ગાળાગાળી થતી હોય છે

ઘણાંય કહે કે ગાળો બોલવામાં શું વાંધો છે

જેઓને ગાળ સાંભળવી ગમતી હોય તેઓ સામે જ બોલું છું

બીજું કોઈ કારણ

શા માટે આ કુટેવને કાઢવી જોઈએ? શું ગાળો બોલવામાં કંઈ ખોટું છે? હવે વિચારો કે:

ગાળો બોલવામાં શું વાંધો છે: ઈસુએ કહ્યું કે, જે હૈયે હોય તે હોંઠે આવશે. (લૂક ૬:૪૫) ગાળો બોલવાથી ખરેખર તો આપણો અસલી રંગ દેખાઈ આવે છે. બીજા ગાળો બોલે છે એટલે તમે બોલતા હોવ તો તમારામાં અને તેનામાં શું ફરક છે?—નિર્ગમન ૨૩:૨.

ભાષાઓનો એક ખાં, જેઈમ્સ ઓ કોનર કહે છે કે, “જેઓને ગાળો બોલવાની ટેવ હોય છે તેઓને દલીલ કરવાની, ગુસ્સે થવાની અને ખોટી ફરિયાદ કરવાની પણ ટેવ હોય છે.” દાખલા તરીકે, ઘણા લોકો પોતાનું ધાર્યું ન થાય તો ગાળાગાળી કરવા લાગે છે. પોતાની ભૂલો સ્વીકારવી કઠણ લાગે ત્યારે પણ ગાળો બોલે છે. જેઈમ્સ આગળ જણાવે છે કે, “હવે જે લોકો ગાળો નથી બોલતા તેઓનો સ્વભાવ મોટે ભાગે શાંત હોય છે. તેઓ રોજબરોજની તકલીફોનો સામનો કરવા ગાળોનો સથવારો નથી લેતા.” આ બેમાંથી તમે કેવા છો?

ગાળો બોલવાથી તમારું જ મોઢું ગંધાશે: તમારા દેખાવ કરતાં તમે જે બોલો છો એની લોકો પર વધારે ઊંડી છાપ પડે છે. તમારી બોલી, તમારી વાણી, તમારી વાચા પરથી ખબર પડશે કે:

▪ તમારા ફ્રેન્ડ્‌સ કોણ થશે

▪ તમને જોબ મળશે કે નહિ

▪ લોકો તમને માન આપશે કે નહિ

ઘણા આપણો દેખાવ જોઈને આપણી પાસે આવે છે. પણ તેઓ આપણી બોલી સાંભળશે ત્યારે ખબર પડશે કે આપણો ખરો રંગ કેવો છે. જેઈમ્સ ઓ કોનર જણાવે છે કે, “તમને સપનેય ખ્યાલ નહિ હોય કે તમારી બોલી કે અપશબ્દોને લીધે તમે કેટલાય દોસ્તો ગુમાવ્યા હશે. કેટલાય લોકો તમારાથી દૂર રહ્યા હશે.” એમાંથી શીખવા મળે છે, કે ખરાબ ભાષા વાપરીએ તો આપણે પોતે જ દુઃખી થઈશું.

ગાળો બોલીએ એ પરમેશ્વરને પસંદ નથી: માનો કે તમે કોઈને એક સરસ મજાનું જેકેટ ભેટમાં આપ્યું છે. એ વ્યક્તિ જેકેટને પોતા મારવા અથવા પગ લૂછવા માટે વાપરે તો તમને કેવુ લાગશે? પરમેશ્વરે આપણને વાણી ભેટ આપી છે. આપણે એનો ખરાબ ઉપયોગ કરીએ તો પરમેશ્વરને કેવું લાગે? તે પોતે જણાવે છે કે: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.”—એફેસી ૪:૩૧.

આપણે અપશબ્દો ન બોલવા જોઈએ. ગાળો ન બોલવી જોઈએ. જો આપણને એ ટેવ પડી ગઈ હોય તો એને કેવી રીતે કાઢી શકીએ?

સૌથી પહેલા: તમારે એ કુટેવ કાઢવી જ છે એવો નિર્ણય લો. જરા વિચારો કે ગાળો બોલવાની બંધ કરશો તો શું શું ફાયદો થશે. કયાં કયાં કારણને લીધે તમે ગાળો બોલવાનું બંધ કરશો:

પરમેશ્વરને પસંદ પડે એ ચાહો છો

બીજા લોકો તમને માન આપે

સારી ભાષા શીખી શકીશું

સારા વ્યક્તિ બનો

બીજું કારણ: શા માટે ગાળો બોલો છો એનો વિચાર કરો. શેફાલી કહે છે: “મને થયું કે જો હું ગાળો બોલીશ તો મારી દાદાગીરી ચાલશે. મને કોઈ કંઈ નહિ કહે. બસ પછી તો મારું જ રાજ ચાલશે.”

શેફાલીની વાત જવા દો. પણ તમે શા માટે ગાળો બોલો છો? જો તમે એ પારખી શકો તો ગાળો બોલવાનું બંધ કરી શકશો. શું બીજા બોલે છે એટલે તમે બોલો છો? તમારે બીજા જેવા ન બનવું જોઈએ. બીજા કરે એમ ન કરવું જોઈએ. આ રીતે તમે ગાળો બોલવાનું ટાળી શકશો.

ત્રીજું કારણ: તમારે જે કંઈ કહેવું હોય એ ગાળોને બદલે બીજી રીતે કહેવાની કોશિશ કરો. એનો અર્થ એ નથી કે હૈયે હોય પણ હોંઠ સુધી ન પહોંચે. અપશબ્દો ન બોલવા તમારે સ્વભાવ બદલવો પડશે. પરમેશ્વર ચાહે છે એવો સારો સ્વભાવ રાખો. (એફેસી ૪:૨૨-૨૪) આમ સારા સ્વભાવથી તમે પોતાની જીભ પર લગામ રાખી શકશો અને બીજા લોકો પણ તમને માન આપશે.

તમને સારો સ્વભાવ કેળવવા નીચે આપેલી કલમો મદદ કરશે.

કોલોસી ૩:૨: “ઉપરની વાતો પર ચિત્ત લગાડો.” આ કલમ શું શીખવે છે? તમારા મનને પરમેશ્વરની બાબતોમાં પરોવો. તમે જે બોલો છો એ તમારા મનમાંથી આવે છે.

નીતિવચનો ૧૩:૨૦: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” આ કલમ શું શીખવે છે? જેવી તમારી સંગતની બોલી એવી જ તમારી બોલી થશે.

ગીતશાસ્ત્ર ૧૯:૧૪: “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” આ કલમ શું શીખવે છે? આપણા મુખના દરેક શબ્દો યહોવાહ સાંભળે છે.

દિવસમાં તમારાથી કેટલી વખત ગાળો બોલાઈ જવાય છે એની નોંધ ઉપર આપેલા ચાર્ટમાં કરી શકો. પછી તમે સારા શબ્દો વાપરવાનું જલ્દી શીખી જશો. (g08 03)

[Picture on page 21]

“યુવાનો પૂછે છે . . . ” એ વિષે વધુ લેખો જોવા હોય તો અમારી વેબ સાઈટ પર જઈ શકો. www.watchtower.org/​ype

આના વિષે વિચાર કરો

ગાળો બોલવાની આદત હશે તો

▪ કેવા ફ્રેન્ડસ બનાવી શકશો?

▪ શું તમને કોઈ નોકરી ધંધો આપશે?

▪ બીજા લોકો શું વિચારશે?

[Footnotes]

^ આ લેખમાં નામો અમે બદલી નાખ્યા છે.

^ યહોવાહના સેવકોનાં મોઢે અપશબ્દો ન શોભે. બાઇબલ જણાવે છે કે, ‘તમારા મુખમાંથી કંઈ અપશબ્દો ન નીકળે.’ ‘તમારી વાણી હંમેશા મધુર હોવી જોઈએ.’—એફેસી ૪:૨૯, IBSI; કોલોસી ૪:૬ પ્રેમસંદેશ.

[Chart on page 21]

તમે કેવું કરી રહ્યા છો?

સોમવાર

મંગળવાર

બુધવાર

ગુરૂવાર

શુક્રવાર

શનિવાર

રવિવાર

અઠવાડિયું ૧

અઠવાડિયું ૨

અઠવાડિયું ૩

અઠવાડિયું ૪

[Picture on page 20]

આપણને કોઈએ ભેટ આપી હોય તો, એને ખરાબ નહિ કરીશું. ભાષાની ભેટને પણ ગાળો બોલીને ખરાબ ન કરવી જોઈએ