સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું દાનવીરો દુઃખો મિટાવી શકશે?

શું દાનવીરો દુઃખો મિટાવી શકશે?

શું દાનવીરો દુઃખો મિટાવી શકશે?

આજે દુનિયામાં ભૂખમરો, ગરીબી અને બીમારીઓ વધતા જાય છે. વાતાવરણ બગડતું જાય છે. અણધારી આફતો આવી પડે છે. એ જ સમયે લોકો ઘણા ઉદાર બનતા જાય છે. ન્યૂઝમાં ઘણી વાર સાંભળવા મળે છે કે લોકો લાખો-અબજો ડૉલર દાનમાં આપે છે. ઘણા પ્રખ્યાત લોકો દુનિયાનાં દુઃખ દૂર કરવા આગેવાની લે છે. મામૂલી લોકો પણ ચૅરિટી સંસ્થાઓમાં દાન આપે છે. પણ પૈસાથી દુનિયાની કેટલી મુશ્કેલીઓ દૂર થઈ શકે?

દાનવીરો વધતા જાય છે

ઘણા દેશોમાં લોકો વધારેને વધારે દાન આપવા લાગ્યા છે. એક પુસ્તકે કહ્યું: ‘૨૧મી સદીની શરૂઆતમાં ઘણી ચૅરિટી સંસ્થાઓ નીકળી છે. એ બધી સંસ્થાઓ પાસે ઘણા દેશોમાં પહેલાં કરતાં હવે પુષ્કળ માલમિલકત છે.’ દિવસે દિવસે અમુક લોકો વધારે અમીર બનતા જાય છે. એનાથી એવું લાગે છે કે તેઓ વધારે દાન કરશે. ઘણા અમીરો તેઓની માલમિલકત મરણ પછી આવી સંસ્થાઓને નામે લખી જાય છે. એટલે હવે ચૅરિટી સંસ્થાઓના હાથમાં પહેલાં કરતાં વધારે પૈસા આવશે. ધી ઇકૉનોમિસ્ટ બ્રિટિશ મૅગેઝિને કહ્યું, ‘દાનવીરોને લીધે દુનિયા પર સોનેરી યુગ શરૂ થયો છે.’

સરકારો દુનિયામાં સુધારો લાવવામાં નિષ્ફળ ગઈ છે. એટલે ઘણા પ્રખ્યાત લોકો સુધારો લાવવા મથી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ તરફથી એક ગ્રૂપ એચઆઈવી/એઇડ્‌સના દરદીઓને મદદ આપવા આફ્રિકા ગયું. એમાંની એક વ્યક્તિએ કહ્યું કે આજે આવી તકલીફો માટે ‘કોઈ નેતા બહુ કંઈ કરવા તૈયાર નથી.’ જોયેલ ફ્લેઇશમેને પોતાના પુસ્તકમાં કહ્યું કે “સરકારો બહુ કંઈ કરતી ન હોવાથી, અમીરો અધીરા બન્યા છે.” ખાસ કરીને તેઓ ગરીબી, લોકોની તંદુરસ્તી, વાતાવરણ, શિક્ષણ અને ઇન્સાફ લાવવા ઉતાવળા થયા છે. (ધ ફાઉન્ડેશન: એ ગ્રેટ અમેરિકન સિક્રેટ​— હાઉ પ્રાઇવેટ વેલ્થ ઈઝ ચેંજીગ ધ વર્લ્ડ) ઘણા દાનવીરો પોતાના વેપાર-ધંધામાં સફળ થયા પછી, એ રીતો ચૅરિટીમાં અપનાવે છે, જેથી એ પણ સફળ થઈ શકે.

ચૅરિટી સંસ્થાઓએ શું કર્યું છે?

સોએક વર્ષ પહેલાં પણ દાનવીરોને લીધે જાણે કે સોનેરી યુગ જન્મ્યો હતો. દાખલા તરીકે, એન્ડ્રુ કાર્નેગી અને જોન ડી રોકરફેલર સિનિયર નામના ધનવાન વેપારીઓએ જોયું કે ચૅરિટી સંસ્થાઓ ગરીબો અને બાળકોને મદદ કરવાનો પ્રયત્ન તો કરે છે. પણ મૂળ પ્રૉબ્લેમ તો ત્યાં જ ઊભા છે. એ કારણથી તેઓએ પોતાની ચૅરિટી ઊભી કરી, જેમાં પોતાની માલમિલકત વાપરી. તેઓ સમાજમાં સુધારો લાવવા અને રિસર્ચ કરવા માંગતા હતા, જેથી મૂળ પ્રૉબ્લેમ દૂર કરી શકે. ત્યારથી આજ સુધી દુનિયામાં હજારો એવી સંસ્થાઓ ઊભી થઈ છે. એમાંની પચાસેક સંસ્થાઓ પાસે તો એક અબજ ડૉલર કરતાં વધારેની માલમિલકત છે.

આવા પ્રયત્નોથી અમુક હદે સમાજનું ભલું થયું છે. તેઓના પ્રયત્નોથી ઘણી સ્કૂલો, લાઇબ્રેરીઓ, હૉસ્પિટલો, બાગબગીચા, અને મ્યુઝિયમો બનાવાયા છે. ગરીબ દેશોમાં ખેડૂતોને મદદ મળી છે, જેથી તેઓ વધારે પાક ઉપજાવી શકે. મેડિકલ રિસર્ચ માટે પણ દાન મળવાથી ઘણી બીમારીઓની દવા શોધાઈ છે. અરે, અમુક બીમારી પર જીત મેળવી શકાઈ છે, જેમ કે યલો ફીવર (કમળા સાથેના તાવ જેવી બીમારી).

પહેલાં કરતાં આજે દુનિયામાં મુશ્કેલીઓ દૂર કરવા ખૂબ જ પૈસા વપરાઈ રહ્યા છે. ઘણાનું માનવું છે કે જલદી જ સુખેસુખ હશે. અમેરિકાના અગાઉના પ્રેસિડેન્ટે ૨૦૦૬માં દાનવીરોના એક ગ્રૂપને કહ્યું, ‘સામાન્ય લોકો અને વેપારીઓના દાનથી દુનિયાની હાલત સુધરતી જશે.’

પણ ઘણાને એમાં શંકા છે. લોરી ગેરટ આરોગ્ય ખાતાના એક્સપર્ટ છે. તેમણે લખ્યું: ‘ચૅરિટી સંસ્થાઓ પાસે પુષ્કળ પૈસા હોવાથી એવું લાગે કે દુનિયાની મુશ્કેલીઓ જલદી જ દૂર થઈ જશે. પણ હકીકત કંઈક જુદી જ છે.’ કેમ એવું? તેમણે કહ્યું કે કોઈ કોઈની વચ્ચે સંપ નથી. અટપટા નિયમો અને ભ્રષ્ટાચાર આડા આવે છે. ઘણા દાનવીરો પોતાનું દાન એઇડ્‌સ જેવી મોટી બીમારીમાં જ વાપરવા માગે છે.

લોરી ગેરટ કહે છે કે એઇડ્‌સ જેવી ‘મોટી બીમારીઓ દૂર કરવા જ દાન વપરાય છે. સામાન્ય બીમારીઓનું કંઈ થતું નથી. લોકો દાનો આપવાનું બંધ કરશે એવો મોટો ખતરો પણ રહેલો છે. એ બહુ દુઃખની વાત છે. એનાથી તકલીફો હજુયે વધી જશે.’

શું પૈસા તકલીફો દૂર કરી શકે?

ભલેને ચૅરિટી સંસ્થાઓ સફળ હોય તોપણ તેઓ મર્યાદિત છે. કેમ એવું? તેઓ કોઈને ભણાવે-ગણાવે, પૈસા આપે તોપણ સ્વાર્થ, નફરત, ભેદભાવ, જૂઠી માન્યતાઓ દૂર ન કરી શકે. એવા ખરાબ ગુણોને લીધે મુશ્કેલીઓ વધે છે. તોયે એ ગુણો જ બધી મુશ્કેલીઓનું મૂળ નથી. તો પછી શું છે?

બાઇબલ કહે છે કે સર્વ મનુષ્યો ભૂલને પાત્ર છે. (રૂમી ૩:૨૩; ૫:૧૨) એટલે આપણે દરેક ખોટું વિચારીએ છીએ, ખોટાં કામો કરીએ છીએ. બાઇબલ એમ પણ કહે છે કે “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) લાખો લોકો લફરાં કરે છે અને ડ્રગ્સનો નશો કરે છે. એનાથી એઇડ્‌સ જેવા રોગો ફેલાય છે.​—⁠રૂમી ૧:૨૬, ૨૭.

ઇન્સાન પર જે તકલીફો આવે છે એનું બીજું કારણ છે કે તે બરાબર રાજ કરી શકતો નથી. આગળ જોઈ ગયા કે ‘કોઈ નેતા બહુ કંઈ કરવા તૈયાર નથી.’ એટલે ઘણી ચૅરિટી સંસ્થાઓ સરકારને એક બાજુ મૂકીને મન ફાવે એ રીતે મદદ આપે છે. બાઇબલ કહે છે, “માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ નક્કી કરે.” (યર્મિયા ૧૦:​૨૩, IBSI) બાઇબલ એમ પણ કહે છે કે ઈશ્વરનું જ રાજ સારું છે, કેમ કે તે આપણા સર્જનહાર છે.​—યશાયાહ ૩૩:⁠૨૨.

ઈશ્વર યહોવાહ ઇન્સાનની સર્વ મુશ્કેલીઓ દૂર કરશે, એ તેમનું વચન છે. ખરું કહીએ તો એમ કરવા તેમણે અનેક પગલાં લીધા છે.

સૌથી મહાન દાનવીર

ઈશ્વરને ઇન્સાન પર બેહદ પ્રેમ છે. બાઇબલ કહે છે: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) યહોવાહે ઇન્સાનને પાપ અને મરણમાંથી આઝાદ કરવા પૈસા આપ્યા નહિ. પણ તેમણે “ઘણા લોકની ખંડણીને સારૂ” પોતાનો વહાલો દીકરો આપી દીધો. (માત્થી ૨૦:⁠૨૮) ઈશ્વરભક્ત પીતરે ઈસુ વિષે કહ્યું: ‘લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેના ઘાથી આપણે સાજા થઈએ.’​—⁠૧ પીતર ૨:⁠૨૪.

યહોવાહની સરકાર ઇન્સાન પર રાજ કરશે. એ સર્વ સરકારનો અંત લાવશે. પૃથ્વી પર સુખ-શાંતિ ફેલાવશે.​—⁠ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; દાનીયેલ ૨:૪૪; ૭:૧૩, ૧૪.

બધી તકલીફો દૂર કરવી ઇન્સાનના હાથની વાત નથી. ફક્ત ઈશ્વર જ એને દૂર કરશે. એટલે જ યહોવાહના સાક્ષીઓ બીજી ચૅરિટી સંસ્થાઓની જેમ કામ નથી કરતા. પણ ઈસુની જેમ તન-મન-ધનથી ઈશ્વરના ‘રાજ્યની સુવાર્તા’ ફેલાવે છે.​—⁠માત્થી ૨૪:૧૪; લુક ૪:⁠૪૩. (g 5/08)

[Box/​Picture on page ૧૭]

‘ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે’

એ શબ્દો ૨ કોરીંથી ૯:૭માંથી આવે છે. યહોવાહના ભક્તો બીજાના ભલા માટે સમય, શક્તિ અને પૈસા વાપરે છે. તેઓ આ સલાહ પાળે છે: “આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.”​—⁠૧ યોહાન ૩:⁠૧૮.

જ્યારે પણ અણધારી આફતો આવે ત્યારે યહોવાહના સાક્ષીઓ રાજી-ખુશીથી મદદ આપે છે. દાખલા તરીકે, અમેરિકાના દક્ષિણ ભાગમાં હરિકેન કટ્રિના, રીટા અને વીલ્મા આવ્યા ત્યારે, હજારો સાક્ષીઓએ મદદ આપી. ત્યાંની રાહત કમિટીના હાથ નીચે યહોવાહના સાક્ષીઓનાં ૫,૬૦૦ જેટલાં ઘરો અને ૯૦ કિંગ્ડમ હૉલ રિપેર કર્યા કે બાંધ્યા.

યહોવાહના સાક્ષીઓ પોતાની સંસ્થામાં રાજી ⁠-​ખુશીથી દાનધર્મ કરે છે. તેઓમાં એવું નથી કે ફરજિયાત દાન આપવું જ પડે.​—⁠માત્થી ૬:૩, ૪; ૨ કોરીંથી ૮:⁠૧૨.

[Picture on page ૧૬]

દુઃખો અને બીમારીનાં મૂળ પૈસા ઉખેડી ન શકે

[Credit Line]

© Chris de Bode/Panos Pictures