સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું એ લખાણ જોસેફસનું હતું?

શું એ લખાણ જોસેફસનું હતું?

પહેલી સદીના ઇતિહાસકાર ફ્લેવીઅસ જોસેફસે અગાઉના યહુદી રીતરિવાજો (અંગ્રેજી) પુસ્તક લખ્યું હતું. એના ગ્રંથ ૨૦માં, તેમણે યાકૂબના મરણનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાં લખેલું છે કે ‘ઈસુ જે ખ્રિસ્ત કહેવાતા હતા, તેમના ભાઈ યાકૂબ હતા.’ આ લખાણ ઘણા નિષ્ણાતો માટે ભરોસાપાત્ર હતું. જોકે, અમુકે એ જ પુસ્તકના બીજા એક ફકરામાં ઈસુ વિશે જે લખાયું છે, એના પર શંકા ઊઠાવી. એ ફકરાને ફ્લેવીઅસની શાહેદી (ટેસ્ટિમોનિયમ ફ્લેવીયેનમ) કહેવાય છે. એ ફકરો આમ વંચાય છે:

‘હવે, એ સમયે ઈસુ હતા, જે જ્ઞાની માણસ હતા અને ઘણાં અદ્‍ભુત કામો કરતા. એટલે તેમને ફક્ત માણસ કહેવું કદાચ યોગ્ય ન કહેવાય. તે એવા શિક્ષક હતા, જેમની પાસેથી ઘણાએ ખુશીથી સત્ય સ્વીકાર્યું. તેમના શિક્ષણથી યહુદીઓ અને વિદેશીઓ બંને તેમની તરફ ખેંચાયા હતા. તે ખ્રિસ્ત હતા. પીલાતે આપણામાંથી મુખ્ય આગેવાનોના કહેવામાં આવીને તેમને વધસ્તંભે જડ્યા. ત્યારે, જેઓએ તેમના પર સૌથી પહેલા પ્રેમ બતાવ્યો, તેઓએ તેમને નકાર્યા નહિ. કારણ, તેમણે જીવતા થઈ ત્રીજા દિવસે તેઓને દર્શન દીધું. ઈશ્વરના પ્રબોધકોએ તેમના વિશે, આ અને આના જેવી દસ હજાર ભવિષ્યવાણીઓ કરી હતી. તેમ જ, ખ્રિસ્તીઓ જે તેમના નામથી ઓળખાય છે, આજે પણ જોવા મળે છે.’—જોસેફસધ કમ્પ્લીટ વર્ક્સ, વિલિયમ વિસ્ટનનું ભાષાંતર.

સોળમી સદીના અંતે, જોસેફસના આ લખાણને ભરોસાપાત્ર ગણનારા અને એના પર શંકા કરનારાઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો. સર્જ બારડે, ફ્રેન્ચ ઇતિહાસકાર અને પ્રાચીન સાહિત્યનાં નિષ્ણાત છે. ચાર સદીઓથી ચાલી રહેલા આ વિવાદના છેડા ઉકેલવાના પ્રયત્નો તેમણે હાથ ધર્યા. તેમણે કરેલી શોધ આ પુસ્તકમાં જોવા મળે છે: ફ્લેવીઅસની શાહેદી—ઐતિહાસિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને કરેલી શોધ (અંગ્રેજી).

જોસેફસ ખ્રિસ્તી નહિ પણ યહુદી હતા. તેમણે યહુદીઓના ઇતિહાસ વિશે લખ્યું હતું. એ માટે, તેમણે જે લખેલું એમાં ઈસુના “ખ્રિસ્ત” હોવા પર ઘણી શંકા ઊઠી. સંશોધન કર્યા પછી બારડેએ ખાતરી અપાવતા લખ્યું કે, એ ખિતાબ ‘લોકોના નામ માટે ખિતાબ વાપરવાની ગ્રીક પ્રથાને દરેક રીતે’ બંધબેસે છે. બારડેએ ઉમેર્યું કે યહુદીઓ અને ખ્રિસ્તીઓની નજરે જોતા, ‘જોસેફસ, ખ્રિસ્ત શબ્દ વાપરે એ અશક્ય નથી.’ પરંતુ, એ તો પુરાવો આપે છે કે ‘બધા ટીકાકારોએ એ હકીકતને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરી છે.’

શું એ શક્ય છે કે જોસેફસના લખાણની નકલ કરતા કોઈકે એમાં ઉમેરો કર્યો હશે? ઐતિહાસિક અને લેખિત પુરાવા જોતા, બારડે એ નિર્ણય પર આવ્યા કે જોસેફસની લખવાની રીતની નકલ કરવી બિલકુલ અશક્ય છે. કારણ, તેમની લખવાની રીત બહુ અજોડ હતી.

તો પછી, એ લખાણ પર નિષ્ણાતો શંકા કેમ કરે છે? વાતની જડે પહોંચતા બારડે જણાવે છે કે, બીજા પ્રાચીન લખાણો કરતાં જોસેફસના એ લખાણ પર વધારે શંકા ઉઠાવવામાં આવી. તે ઉમેરે છે કે, પુરાવાને આધારે નહિ, સ્વાર્થને આધારે સદીઓથી નિર્ણયો લેવામાં આવ્યા છે. હકીકતમાં, ઘણાને માનવું નહોતું કે ઈસુ તે જ “ખ્રિસ્ત” છે.

બારડેનું એ તારણ નિષ્ણાતોના વિચારોને બદલશે કે કેમ, એ તો આવનાર સમય જ બતાવશે. જોકે, એની અસર પેઅર જોલ્ટ્રે પર પડી છે. ગ્રીક સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા યહુદી અને શરૂઆતના ખ્રિસ્તી ધર્મના વિષય પર જોલ્ટ્રે અભ્યાસ કરે છે. તે પહેલાં, જોસેફસના લખાણ પર શંકા કરતા અને માનતા કે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. અરે, એ લખાણ પર વિશ્વાસ કરનારાઓની તે મજાક ઉડાવતા. જોકે, બારડેના તારણથી તેમના વિચારો બદલાયા છે. જોલ્ટ્રેએ જાહેર કર્યું છે કે ‘હવે પછી જોસેફસની એ વિશ્વાસ યોગ્ય શાહેદી પર કોઈએ શંકા ઉઠાવવી નહિ.’

જોકે, યહોવાના સાક્ષીઓ પાસે, ઈસુ એ જ ખ્રિસ્ત છે એમ માનવાનું વધુ ભરોસાપાત્ર કારણ છે. એ છે બાઇબલ.—૨ તીમો. ૩:૧૬.