બાઇબલ વીડિયો—મૂળ શિક્ષણ
આ નાના વીડિયો બાઇબલના શિક્ષણ પર ઊઠતા સવાલોના જવાબ આપે છે. જેમ કે, ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? અને ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
શું વિશ્વનું સર્જન થયું હતું?
લોકોમાં એવી ખોટી માન્યતા છે કે વિશ્વના સર્જન વિશે બાઇબલમાં જે જણાવ્યું છે એ ખોટું છે અથવા દંતકથા છે. બાઇબલમાં જે જણાવ્યું છે શું એ સાચું છે?
શું ભગવાન સાચે જ છે?
ભગવાનમાં કેમ માનવું જોઈએ, એના પુરાવા પર ધ્યાન આપો.
શું ઈશ્વરનું કોઈ નામ છે?
ઈશ્વરના ઘણા ખિતાબો છે. જેમ કે, સર્વશક્તિમાન, સર્જનહાર અને પ્રભુ. પણ ઈશ્વરનું નામ બાઇબલમાં ૭,૦૦૦ કરતાં વધારે વખત વાપરવામાં આવ્યું છે.
ઈશ્વરના દોસ્ત બનવા શું કરવું જોઈએ?
સદીઓથી લોકો પોતાના બનાવનારને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. બાઇબલ આપણને ઈશ્વરના દોસ્ત બનવા મદદ કરી શકે છે. ઈશ્વરનું નામ જાણવાથી એ દોસ્તીની શરૂઆત થાય છે.
બાઇબલના લેખક કોણ છે?
જો બાઇબલ માણસોએ લખ્યું હોય, તો એને ઈશ્વરનો શબ્દ કહી શકાય? બાઇબલમાં કોના વિચારો છે?
કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?
જો બાઇબલ ઈશ્વર તરફથી હોય, તો એની તોલે બીજું કોઈ પુસ્તક ન આવી શકે.
ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
આપણી પૃથ્વી ખૂબસૂરત છે. સૂરજથી એ યોગ્ય અંતરે મૂકવામાં આવી છે. પૃથ્વીને પોતાની ધરી પર જરાક નમેલી રાખી છે. એ પણ ધ્યાન રાખ્યું છે કે કેટલી ઝડપથી ફરશે. ઈશ્વરે પૃથ્વીને આટલી કાળજી લઈને કેમ બનાવી?
જીવનનો હેતુ શું છે?
જીવનનો હેતુ શું છે એ જાણો અને સાચી ખુશી મેળવો.
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
શું તમને જીવન, મરણ અથવા ભાવિ વિશે કોઈ સવાલ છે? એ વિશે અને એના જેવા બીજા સવાલોના જવાબ તમે મેળવી શકો છો. પણ ક્યાંથી?
ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે?
બાઇબલમાં વચન આપ્યું છે કે એવો સમય આવશે જ્યારે લાજરસની જેમ ઘણા લોકોને મરણમાંથી જીવતા કરવામાં આવશે.
શું ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે?
શું ઈસુ ખ્રિસ્ત જ સર્વશક્તિમાન ઈશ્વર છે, કે પછી તેઓ બંને અલગ અલગ છે?
ઈસુ શા માટે મરણ પામ્યા?
બાઇબલ ઈસુના મરણને ખૂબ મહત્ત્વ આપે છે. શું તેમના મરણનો કોઈ હેતુ હતો?
ઈશ્વરનું રાજ્ય શું છે?
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે સૌથી વધુ ઈશ્વરના રાજ્ય વિશે શીખવ્યું હતું. સદીઓથી લોકો એ રાજ્ય આવે એવી પ્રાર્થના કરતા આવ્યા છે.
ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪થી રાજ કરી રહ્યું છે
૨,૬૦૦ કરતાં વધારે વર્ષો પહેલાં ઈશ્વરે એક શક્તિશાળી રાજાને સપનું બતાવ્યું, જે એક ભવિષ્યવાણી હતી અને એ આજે પૂરી થઈ રહી છે.
૧૯૧૪થી દુનિયા બદલાઈ ગઈ છે
૧૯૧૪થી દુનિયામાં થઈ રહેલા બનાવો અને લોકોનાં વાણી-વર્તનથી સાફ જોવા મળે છે કે ‘છેલ્લા દિવસો’ વિશેની બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે.
શું કુદરતી આફતો ઈશ્વર મોકલે છે?
કુદરતી આફતોનો ભોગ બનેલી બે બહેનો જણાવે છે કે તેઓને બાઇબલમાંથી શું શીખવા મળ્યું.
ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
શાસ્ત્ર એનો જવાબ આપે છે. તમને એ જાણવું ગમશે.
શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે?
ઘણા લોકોને લાગે છે કે આપણે કોઈ પણ રીતે ઈશ્વરની ભક્તિ કરીએ, તે એને સ્વીકારે છે.
શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે?
જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રાર્થના કરે, તો શું? જો કોઈ પતિ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે અને પછી ઈશ્વરની કૃપા માંગે, તો શું ઈશ્વર તેની પ્રાર્થના સાંભળશે?
લગ્નજીવન વિશે ઈશ્વરની સલાહ
ઈશ્વર ચાહે છે કે તમારું લગ્નજીવન સફળ થાય. બાઇબલની સલાહ પાળવાથી ઘણા યુગલોને મદદ મળી છે.
શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે?
શું બાઇબલમાં “પોર્નોગ્રાફી” શબ્દ છે? પોર્નોગ્રાફી વિશે ઈશ્વરના વિચારો આપણે કઈ રીતે જાણી શકીએ?