સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૬

બાઇબલમાં ઈસુ મસીહ વિશે અગાઉથી શું જણાવ્યું છે?

ભવિષ્યવાણી

‘હે બેથલેહેમ એફ્રાથાહ, હું તારામાંથી એક રાજા ઊભો કરીશ, જે મારા વતી ઇઝરાયેલ પર રાજ કરશે.’

મીખાહ ૫:૨

પૂરી થઈ

“હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો હતો. એ પછી પૂર્વથી જ્યોતિષીઓ યરૂશાલેમ આવ્યા.”

માથ્થી ૨:૧

ભવિષ્યવાણી

“તેઓ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લે છે. તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખે છે.”

ગીતશાસ્ત્ર ૨૨:⁠૧૮

પૂરી થઈ

‘સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલાથી જડી દીધા પછી તેમનાં કપડાં લઈ લીધાં. તેઓએ એના ચાર ભાગ કર્યા. અંદરનો ઝભ્ભો કોઈ સાંધા વગરનો હતો, એ ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો. તેઓએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.” ’

યોહાન ૧૯:૨૩, ૨૪

ભવિષ્યવાણી

“તે તેનાં બધાં હાડકાં સલામત રાખે છે, એમાંનું એકેય ભાંગવામાં આવ્યું નથી.”

ગીતશાસ્ત્ર ૩૪:⁠૨૦

પૂરી થઈ

“સૈનિકો ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને મરેલા જોયા. એટલે તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ.”

યોહાન ૧૯:⁠૩૩

ભવિષ્યવાણી

“આપણા ગુનાને લીધે તેને વીંધવામાં આવ્યો.”

યશાયા ૫૩:૫

પૂરી થઈ

“એક સૈનિકે ઈસુના પડખામાં ભાલો ઘોંચ્યો કે તરત લોહી અને પાણી નીકળ્યાં.”

યોહાન ૧૯:⁠૩૪

ભવિષ્યવાણી

“તેઓએ મજૂરી તરીકે મને ચાંદીના ૩૦ ટુકડા ચૂકવી આપ્યા.”

ઝખાર્યા ૧૧:૧૨, ૧૩

પૂરી થઈ

“પછી બારમાંનો એક જે યહૂદા ઇસ્કારિયોત કહેવાતો હતો, તે મુખ્ય યાજકો પાસે ગયો. તેણે કહ્યું: ‘હું તેમને દગો દઈને તમારા હાથમાં સોંપી દઉં તો મને શું આપશો?’ તેઓએ તેને ચાંદીના ૩૦ સિક્કા આપવાનું નક્કી કર્યું.”

માથ્થી ૨૬:૧૪, ૧૫; ૨૭:૫