સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા મારી સાથે

યહોવા મારી સાથે

(ગીતશાસ્ત્ર ૨૭:૧૩)

ડાઉનલોડ:

  1. ૧. શેતાનથી હું ન હારું

    ગર્જનાથી હું ન ડરું

    યહોવા તું છો પાસે

    મારી નજર સામે

    મારી પડખે મારી સાથે

    (ટેક)

    યહોવા છે મારી પાસે ને પડખે

    યહોવા છે મારી સાથે સાથે

    યહોવા મારો આધાર

    મારો પરવરદિગાર

    યહોવા તો છે મારી સાથે

    છે યહોવા

  2. ૨. મને ગમે છે દાખલા

    તારા વાહલા ભક્તોના

    તંગી સહન કરી

    બંદગી તને કરી

    તું દેશે તેઓને જિંદગી

    (ટેક)

    યહોવા છે મારી પાસે ને પડખે

    યહોવા છે મારી સાથે સાથે

    યહોવા મારો આધાર

    મારો પરવરદિગાર

    યહોવા તો છે મારી સાથે

    છે યહોવા

    (ખાસ પંક્તિઓ)

    યહોવા છે પાસે તો ડર શાનો

    યહોવા છે મારો કિલ્લો

    યહોવા છે

    મારા દિલને સાંભળનારો

    તે મને આશરો દેનારો

  3. ૩. દુનિયા તું કરશે નવી

    એવી શ્રદ્ધા મારી

    ડગું ન હવે

    તું મારી સંગાથે

    યહોવા તું મારી સંગાથે

    (ટેક)

    યહોવા છે મારી પાસે ને પડખે

    યહોવા છે મારી સાથે સાથે

    યહોવા મારો આધાર

    મારો પરવરદિગાર

    યહોવા તો છે મારી સાથે

    છે યહોવા

    છે યહોવા