સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવાહ મને દિલાસો આપે છે”

“યહોવાહ મને દિલાસો આપે છે”

“યહોવાહ મને દિલાસો આપે છે”

ઉપરના શબ્દો સ્વીડનના રાજા ચાર્લ્સ નવમાના વાક્યોનું ભાષાંતર છે. એ વાક્ય લેટિનમાં આમ વંચાય છે: “જેહોવા સૉલાટીયમ મેયમ.” સ્વીડનનો આ રાજા ૧૫૬૦થી ૧૬૯૭ સુધીના રાજાઓના વંશનો હતો. એ રાજાઓએ સિક્કા, મેડલ પર કે સુવાક્યોમાં પરમેશ્વરનું નામ હેબ્રુ કે લૅટિનમાં લખ્યું. ચાર્લ્સ નવમાએ પણ યહોવાહનું નામ ચાલું જ રાખ્યું હતું. વર્ષ ૧૬૦૭માં ચાર્લ્સ રાજગાદીએ ચઢ્યા ત્યારે તેમણે યહોવાહના નામની ચેઈન (હાર) પહેરી હતી.

શા માટે રાજાઓ આમ કરતા હતા? નિષ્ણાંતો માને છે કે યુરોપમાં એ સમયે કાલ્વેનીસ્ટ ચર્ચે જે ચળવળ કરી હતી એમાં બાઇબલને પણ માન આપવા આવ્યું હતું. એનાથી રાજાઓ પર સારી અસર પડી. વળી, આ સમય પણ બદલાયો હોવાથી રાજાઓ ભણેલા-ગણેલા હતા. તેથી તેઓ સારી રીતે જાણતા હતા કે લૅટિનમાં પરમેશ્વરનું નામ યહોવાહ છે. તેમ જ, અમુકને સમજાયું હતું કે મૂળ હેબ્રુ બાઇબલમાં યહોવાહનું નામ હજારો વખત લખેલું છે.

વળી, એમ પણ જાણવા મળ્યું છે કે ૧૬મી અને ૧૭મી સદી દરમિયાન, યુરોપના જુદા જુદા ભાગોમાં સિક્કા અને મેડલ પર તેમ જ, જાહેર ઇમારતો અને ચર્ચો પર યહોવાહનું નામ લખેલું હતું. નિર્ગમન ૩:૧૫માં યહોવાહે પોતે કહ્યું: ‘યહોવાહ મારું નામ સદા એ જ છે’ આ વાક્યને અગાઉના લોકોએ સ્વીકાર્યું અને એને ઘણું માન આપવામાં આવ્યું હતું. (g 03 6/22)

[પાન ૧૩ પર ચિત્રો]

યહોવાહના નામની ચેઈન અને બેજ ૧૬૦૬માં સોનું, ધાતુ, કાચ અને મોતીથી બનાવવામાં આવ્યું હતું

રાજા ઍરિક ચૌદમો ૧૫૬૦-૬૮

રાજા ચાર્લ્સ નવમો ૧૫૯૯-૧૬૧૧ (ઍરિક ચૌદનો ભાઈ)

રાજા ગુસ્તાવસ બીજો એડોલ્ફ ૧૬૧૧-૩૨ (રાજા ચાર્લ્સ નવનો દીકરો)

રાણી ક્રિસ્ટીના ૧૬૪૪-૫૪(ગુસ્તાવસ બીજા એડોલ્ફની દીકરી)

[ક્રેડીટ લાઈન્સ]

ચેઈન: Livrustkammaren, Stockholm Sverige; coins: Kungl. Myntkabinettet, Sveriges Ekonomiska Museum