સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

નફરત “સર્વ લોકો હળીમળીને રહી શકશે?” (ઑક્ટોબર-ડિસેમ્બર ૮, ૨૦૦૪) તમારું મૅગેઝિન મને બહુ જ ગમ્યું. લોકો ભેદભાવ રાખે છે એ મને જરાય ગમતું નથી. પરંતુ, આ મૅગેઝિનમાંથી મને જાણવા મળ્યું કે હું પણ અમુક રીતે ભેદભાવ રાખું છું. મને ભરોસો છે કે એ દૂર કરવા આ મૅગેઝિન મને ચોક્કસ મદદ કરશે.

એમ. યુ ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

અત્યારે હું પરદેશમાં રહું છું. તોપણ અહીંના લોકો મને નફરત કરતા નથી. પરંતુ, જે લોકોને નફરત કરવામાં આવે છે તેઓ માટે આ લેખો વાંચ્યા પછી મને બહુ દુઃખ થાય છે. આપણે જાણીએ છીએ કે એક દિવસ યહોવાહ પૃથ્વી પરથી નફરત કાઢી નાખશે. એ જાણીને કેટલી ખુશી થાય છે!

ટી. જી., નૉર્વે

નફરત વિષેના તમારા લેખો માટે હું તમારી ઘણી પ્રશંસા કરું છું. તોપણ મને લાગે છે કે તમારી સંસ્થા અમુક લોકો પ્રત્યે ભેદભાવ રાખે છે. પાન ૮-૯ પર બાઇબલના એક બનાવ વિષે તમે લખ્યું છે કે બે યહુદીઓએ ઈજા પામેલી એક વ્યક્તિને મદદ કરી ન હતી. ખરું કહું તો બીજા લોકો પણ ભેદભાવ રાખે છે. પણ તમારા મૅગેઝિનમાં તમે કેમ બીજા દાખલા આપતા નથી?

એચ. એચ., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g05 6/22)

“સજાગ બનો!” જવાબ આપે છે: આપણે યાદ રાખવું જોઈએ કે સમરુની વિષે વાર્તા કહેનાર ઈસુ પોતે યહુદી હતા. તેમના જમાનામાં ઘણા યહુદીઓ સમરૂની લોકોને નફરત કરતા હતા. ઈસુ તેઓને શીખવવા માંગતા હતા કે એમ કરવું ખોટું છે. તેમણે કહેલી વાર્તામાં ઈજા પામેલા એક યહુદીને બીજી જાતિનો સમરૂની મદદ કરે છે. એ વાર્તાથી ઈસુએ યહુદીઓને સરસ બોધપાઠ શીખવ્યો.

લગ્‍ન પહેલાં સેક્સ “યુવાનો પૂછે છે . . . લગ્‍ન પહેલાંના સેક્સમાં શું ખોટું છે?” એ લેખમાંથી મને બહુ જ હિંમત મળી. (ઑક્ટોબર-ડિસેમ્બર ૮, ૨૦૦૪) આ લેખમાં અમુક યુવાનોના જે ઇન્ટર્વ્યૂં આપ્યાં છે તેઓના જેવા જ મારા વિચારો છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર ૮૪:૧૧ની મારા પર ઊંડી અસર થઈ છે. એમાં બતાવ્યું છે કે યહોવાહની નજરમાં કંઈક ખોટું કરવાથી તેમના દિલને બહુ જ દુઃખ થાય છે.

ટી. યુ., જર્મની

હું યુવાન છું. સારા સંસ્કાર કેળવવા માટે હું ખૂબ મહેનત કરું છું. જેથી યહોવાહની નજરમાં શુદ્ધ રહી શકું. પરંતુ, આજે એમ કરવું સહેલું નથી. આ લેખમાંથી મને બહુ જ ઉત્તેજન મળ્યું. કેમ કે ઘણા યુવાનો મારી જેમ શેતાનની લાલચોથી દૂર રહેવા માટે મહેનત કરે છે. બીજું કે યહોવાહની નજરમાં બધા યુવાનો ખૂબ જ પ્યારા છે.

એફ. બી., બોટ્‌સ્વાના (g05 5/22)

હું શિક્ષક છું. આ લેખ “યુવાનો પૂછે છે . . . લગ્‍ન પહેલાં સેક્સથી હું કઈ રીતે દૂર રહી શકું?” (ઑગસ્ટ ૨૨, ૨૦૦૪, અંગ્રેજી) મને બહુ જ ગમ્યો. એક વખતે મેં આ લેખની મારા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. મેં તેઓને જણાવ્યું કે તેઓ યહોવાહની નજરમાં અનમોલ છે. તેઓ લગ્‍ન પહેલાં સેક્સ કરશે તો કદાચ તેઓના જીવનમાં મુશ્કેલીઓ આવશે. મેં તેઓને કહ્યું કે એવી બાબતથી દૂર રહેશો તો તમે સારી રીતે ભણવામાં ધ્યાન આપી શકશો. ઘણા વિદ્યાર્થીને આ લેખ બહુ ગમ્યો. એ કારણથી તેઓને બાઇબલમાં રસ જાગ્યો. પરિણામે દર અઠવાડિયે વાન લોકો પૂછે છે પુસ્તકમાંથી અમે આ રીતે ચર્ચા કરીએ છીએ. તેમ જ બીજા શિક્ષકો મને તેમના વર્ગના વિદ્યાર્થીઓ સાથે આ રીતે ચર્ચા કરવાનું કહે છે.

બી. સી., મોઝામ્બિક

હું ૨૫ વર્ષની છું. મેં કોઈ દિવસ કોઈ પણ છોકરા સાથે જાતીય સંબંધ રાખ્યો નથી. તોપણ આ લેખ વાંચ્યા પછી હું નૈતિક રીતે શુદ્ધ રહેવા વધારે મહેનત કરીશ, જેથી મારામાં સારા સંસ્કારો રહે. મારી પ્રાર્થના છે કે તમે કાયમ આવા લેખો લખતા રહેશો.

એફ. કે., યુગાન્ડા (g05 6/8)