સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આવતી પેઢી માટે પૃથ્વી ટકી રહેશે?

શું આવતી પેઢી માટે પૃથ્વી ટકી રહેશે?

શું આવતી પેઢી માટે પૃથ્વી ટકી રહેશે?

કૅનેડાના સજાગ બનો!ના લેખક તરફથી

▪ છેલ્લા ચાર વર્ષથી અમુક વૈજ્ઞાનિકો પૃથ્વીનાં વાતવરણ કે ઇકોસિસ્ટમ પર અભ્યાસ કરી રહ્યા છે. તેઓએ આ અભ્યાસ પર એક રિપોર્ટ બનાવ્યો છે. એનું નામ મિલેનિયમ ઇકોસિસ્ટમ એસેસમેન્ટ છે. એમાં જણાવ્યું છે કે છેલ્લા પચાસ વર્ષમાં ખોરાક, પાણી અને બળતણના વપરાશમાં ઘણો વધારો થયો છે. માણસે આ બધી કુદરતી બાબતોને જમીનમાંથી શોષી લીધી છે. એના લીધે વાતાવરણમાં ધરખમ ફેરફાર થયો છે. આ ફેરફારને લીધે અનાજ ઊગવામાં, ચોખ્ખી હવા મળવામાં અને સાગરની પેદાશમાં ઘટાડો થયો છે. ઘણી બધી વનસ્પતિ લુપ્ત થવાને આરે છે. આ બધું જોતા પ્રશ્ન થાય કે શું આવતી પેઢી માટે પૃથ્વી ટકી રહેશે?

કૅનેડાનું ન્યૂઝ પેપર ગ્લૉબ એન્ડ મૅલ જણાવે છે કે ‘માણસોએ ઝાડ કાપીને જંગલોને એટલી હદે નુકસાન પહોંચાડ્યું છે કે એનાથી આજે આપણા માટે મોટું જોખમ ઊભું થયું છે. હવામાનમાં થતાં ફેરફારને લીધે અમુક જગ્યાએ દરિયો સુકાઈ રહ્યો છે જ્યારે કે અમુક જગ્યાએ દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એમાંથી મળતી પેદાશ નાશ પામી રહી છે. આ બધાં કારણોને લીધે કુદરતી ચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગમે ત્યારે મહામારી ફાટી નીકળવાનો ભય તોળાઈ રહ્યો છે.’ વૈજ્ઞાનિકોએ છેલ્લે રિપોર્ટમાં જણાવ્યું કે ‘પૃથ્વીને થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. પણ એમ કરવા આપણે પોતાની રહેણી-કરણીમાં ધરખમ ફેરફાર કરવો પડશે.’

પણ તમને લાગે છે કે માણસ એ ફેરફાર કરી શકશે? ઘણાને લાગે છે કે આપણે એ નહીં કરી શકીએ. ખરું કે આપણે બનતું બધું જ કરીએ, તોપણ આપણે કદી પણ પૃથ્વીને પૂરેપૂરી સુધારી નહિ શકીએ. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) એ તો ફક્ત એના બનાવનાર ઈશ્વર જ કરી શકશે. બાઇબલ જણાવે છે કે આપણા ‘સરજનહાર ઈશ્વર’ આ પૃથ્વીની કાયા પલટી નાખશે. તે આપણને જીવન-જરૂરી બધી બાબતો “પુષ્કળ” આપશે. (અયૂબ ૩૫:૧૧; ગીતશાસ્ત્ર ૬૫:૯-૧૩) તે દરિયાને પણ પહેલાં જેવો સ્વચ્છ કરી દેશે. (ગીતશાસ્ત્ર ૯૫:૫; ૧૦૪:૨૪-૩૧) ઈશ્વરે આપેલાં બધાં વચનો ચોક્કસ પૂરાં થશે, કેમ કે તે કદી ‘જૂઠું બોલી શકતા નથી.’—તીતસ ૧:૨.

હા, જલદી જ ઈશ્વર એ ફેરફારો કરવાના છે. એ ફેરફારોમાં તેમનામાં રહેલા પ્રેમ, શક્તિ, ડહાપણ જેવાં મહાન ગુણો જોવા મળશે. એ જાણીને આપણને ઘણી રાહત થાય છે કે પૃથ્વી આવતી પેઢી માટે પણ ટકી રહેશે. આ બધા કારણોને લીધે શું આપણને ઈશ્વરની ભક્તિ કરવાનું મન નથી થતું!—ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬. (g 7/08)

[Picture Credit Line on page 10]

Globe: NASA photo