સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાના-મોટા બધાને પ્રેમની જરૂર છે

નાના-મોટા બધાને પ્રેમની જરૂર છે

નાના-મોટા બધાને પ્રેમની જરૂર છે

એક સ્ત્રી પહેલી વાર મા બની. તેણે જોડિયાં બાળકોને જન્મ આપ્યો. તે પોતાનાં વહાલાં બાળકોને સારી રીતે મોટા કરવા ચાહતી હોવાથી, બાળકોના ડૉક્ટર પાસે સલાહ માગી. ડૉક્ટરે કહ્યું: ‘બાળકો પર ખૂબ જ પ્રેમ વરસાવો! તેઓને ઊંચકી લો, ગોદમાં બેસાડો, વહાલ કરો, પપ્પી કરો. તેઓની ખુશીમાં તમારી ખુશી સમજો, ભૂલો કરે તો માફ કરો. જરૂર પડે તો શિસ્ત પણ આપો. એવું ધારી ન લો કે તમે બાળકોને ચાહો છો એ તેઓ જાણે છે.’

ફ્લોરિડા, અમેરિકામાં આવેલી માયામી યુનિવર્સિટીમાં મનુષ્યોમાં સ્પર્શની અસર પર સંશોધન કરતી એક સંસ્થા છે. એના ડાયરેક્ટર ટેફની ફિલ્ડ ઉપરની સલાહ સાથે સહમત થાય છે. તેમનું કહેવું છે કે ‘બાળકના વિકાસ માટે ખોરાક અને કસરતની જેમ માબાપનું વહાલ પણ જરૂરી છે.’

શું બાળકોની જેમ મોટાઓને પણ પ્રેમ અને હૂંફની જરૂર છે? હા. ડૉક્ટર ક્લૉડ સ્ટેનર (સાઇકોલોજિસ્ટ) એક સંશોધનમાં કહે છે કે આપણે નાના હોઈએ કે મોટા, વખાણ કરવા કોઈ બે સારા બોલ બોલે કે ખભો થાબડે ત્યારે સારું લાગે છે. લૉરા નામની એક નર્સ ઘરડા લોકોની દેખરેખ રાખે છે. તે કહે છે: “મોટી ઉંમરના લોકોને પ્રેમ બતાવવાથી ઘણો ફરક પડે છે. પ્રેમથી બોલીએ, વહાલ બતાવીએ તો તેઓ તમારામાં ભરોસો મૂકશે. તમારું કહેવું માનશે. એ રીતે કાળજી રાખવાથી તેઓનું માન જળવાઈ રહે છે.”

આ રીતે પ્રેમ બતાવવાથી બન્‍નેને ફાયદો થાય છે. ઈસુએ પણ કહ્યું કે “લેવા કરતાં આપવામાં” વધારે ખુશી મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) ખાસ કરીને જેઓ ચિંતા કરતા હોય, નિરાશ હોય કે કશાકનો ડર હોય, તેઓને મદદ કરીએ ત્યારે આપણને ઘણી ખુશી મળે છે. આવી મદદ મળી હોય એવાં ઘણાં ઉદાહરણો બાઇબલમાં છે.

બાઇબલ ‘રક્તપિત્ત’ થયેલા માણસની વાત કરે છે. તે સમાજમાંથી કાઢી મૂકાયો હતો. જરા વિચારો કે જ્યારે ઈસુએ તેને પ્રેમથી અડકીને સાજો કર્યો ત્યારે તેને કેવું લાગ્યું હશે!—લુક ૫:૧૨, ૧૩; માત્થી ૮:૧-૩.

ઈશ્વરભક્ત દાનીયેલનો વિચાર કરો. જ્યારે ઘડપણને લીધે તેમનું શરીર કમજોર થઈ ગયું અને તે બહુ ચિંતામાં હતા, ત્યારે ઈશ્વરે પોતાનો દૂત મોકલ્યો. તેણે દાનીયેલ સાથે પ્રેમથી વાત કરીને હિંમત આપી. એનાથી દાનીયેલને કેવું સારું લાગ્યું હશે!—દાનીયેલ ૧૦:૯-૧૧, ૧૫, ૧૬, ૧૮, ૧૯.

હવે ઈશ્વરભક્ત પાઊલનો વિચાર કરો. એફેસસમાં રહેતા મિત્રો એક વખત તેમને મળવા મિલેતસ સુધી પચાસેક કિલોમીટર મુસાફરી કરીને આવ્યા. પાઊલે જણાવ્યું કે કદાચ તેઓને હવે ફરી મળી શકાશે નહિ. તેઓ સર્વ ‘તેમને ભેટ્યા અને ચુંબન કરીને’ વિદાય આપી. એનાથી પાઊલને કેટલું ઉત્તેજન મળ્યું હશે!—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬, ૩૭.

બાઇબલ અને આજનાં સંશોધનો આપણને ઉત્તેજન આપે છે કે એકબીજા સાથે પ્રેમથી વર્તીએ. એનાથી ઘણા લાભ થાય છે. એ બતાવે છે કે ફક્ત બાળકોને જ નહિ, મોટી ઉંમરના લોકોને પણ પ્રેમની જરૂર છે. (g09-E 12)