સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવડાં માટે ફાસ્ટ ફૂડ

જીવડાં માટે ફાસ્ટ ફૂડ

જીવડાં માટે ફાસ્ટ ફૂડ

● જીવડાં ઊંચી કૅલરીવાળો ખોરાક ખાય છે. આવો ખોરાક તેઓને ફૂલમાંથી આસાનીથી મળી રહે છે. જેમ કોઈ હૉટલ, ગ્રાહકોને ખેંચવા રંગબેરંગી જાહેરાતો કરે છે, તેમ ફૂલો પણ જીવડાંને આકર્ષવા પાંખડીઓને જુદા-જુદા રંગોથી શણગારે છે. સુંદર ફૂલ જોઈને જીવડાં એની તરફ આકર્ષાય છે. ફૂલ પર બેસીને પરાગ રજ અને પરાગ રસની મઝા માણે છે.

જીવડાં પોતાના શરીરમાં ગરમી પેદા કરી શકતા નથી. એટલે રાતની ઠંડીમાં ઠરી ગયા પછી એને સવારે હલન-ચલન કરવામાં થોડી તકલીફ પડે છે. પણ સૂરજનો તાપ મળ્યા પછી એ બરાબર હલન-ચલન કરવા માંડે છે. ઘણા ફૂલ જીવડાંની બધી જરૂરિયાતો પૂરી પાડે છે. ત્યાં તે આખો દિવસ તડકો અને ખોરાકની મઝા લૂંટતું રહે છે. ચાલો એનો એક દાખલો લઈએ.

ઓક્સઆઈ ડેઇઝી નામનું ફૂલ મોટાભાગના યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એ કોઈ ખાસ ફૂલ નથી. પણ જો તમે એનું ધ્યાનથી નિરીક્ષણ કરશો, તો જોવા મળશે કે એ ફૂલ પર જાત-જાતની ક્રિયા થતી હોય છે. સવારે જીવડાં ત્યાં બ્રેક ફાસ્ટ કરવા આવે છે. આ ફૂલની સફેદ પાંખડીઓ સૂર્યની ગરમીને ફૂલના કેન્દ્ર પર ફેંકે છે. ફૂલની કેન્દ્રમાં આવેલી પીળી ગાદી પર તેઓ આરામ કરે છે. ત્યાં જીવડાં સૂર્યમાંથી ગરમી મેળવે છે. *

ફૂલનો વચ્ચેનો ભાગ પરાગ રજ અને પરાગ રસથી ભરેલો હોય છે. એટલે ત્યાં જીવડાં બસ ખાઈ-પીને જલસા કરે છે. પેટ ભરીને સવારનો નાસ્તો કરે છે. તડકાની મજા માણે છે. આવો એશઆરામ મળતો હોય તો તેઓને બીજે ક્યાંય જવાનું મન થાય!

આવા બધાં કારણોને લીધે જાત-જાતના જીવડાં ને માખીઓ એ ફૂલની મુલાકાત લે છે. જેમ કે ભમરા, જાત-જાતના પતંગિયા, તમરાં અને ઝીણા-ઝીણા જીવજંતુઓ. જ્યાં સુધી તમે એ ફૂલને ધ્યાનથી નહિ તપાસો ત્યાં સુધી તમને ખબર નહિ પડે કે એ કેટલી મોટી ફાસ્ટ ફૂડની રેસ્ટોરન્ટ છે.

જ્યારે તમે આમ-તેમ લટાર મારતા હોવ, તો કેમ નહિ કે ડેઇઝી જેવા ફૂલોનું ધ્યાનથી નિરીક્ષણ કરો. ભલે એવું લાગે કે ત્યાં કંઈ થતું નથી, હકીકતમાં એના પર જાત-જાતના કાર્યો થતા હોય છે! જો તમે એની ઝીણવટથી તપાસ કરશો તો વિશ્વના રચનાર માટેનો તમારો પ્રેમ અને કદર જરૂર વધશે. આ બધું તેમના હાથની કમાલ છે. (g10-E 03)

[ફુટનોટ્‌સ]

^ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ફૂલની આસપાસના વિસ્તાર કરતાં ફૂલ પર બે-ત્રણ ડિગ્રી ગરમી વધારે હોય છે.