સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કરકસરથી જીવો

કરકસરથી જીવો

કરકસરથી જીવો

કરકસરથી જીવવા માટે સમજી-વિચારીને પગલાં લેવાં પડે છે. ઈસુએ સાફ સાફ કહ્યું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?” (લુક ૧૪:૨૮, ૨૯) આ સિદ્ધાંત જીવનમાં લાગુ પાડવા શું કરી શકીએ? પોતાના ગજા ઉપરાંત જીવવા પ્રયત્ન ન કરીએ. પોતાનો દરરોજનો ‘ખર્ચ ગણીએ.’ આ માટે તમે આવક અને જાવકનો હિસાબ રાખવા આવું કંઈક કરી શકો:

હાથમાં પગાર આવે ત્યારે નક્કી કરો કે કેટલી રકમ હાલના કે ભાવિના અલગ અલગ ખર્ચ માટે વાપરશો. (પાન ૮ પરનું બૉક્સ જુઓ.) જ્યારે તમે તમારા ખર્ચનો બરાબર હિસાબ રાખશો તો સહેલાઈથી જોઈ શકશો કે પૈસા ક્યાં જાય છે. કેટલા પૈસા બિનજરૂરી ચીજોમાં કે કાર્યોમાં જાય છે. પછી તમે નક્કી કરી શકો કે શેમાંથી પૈસા બચાવી શકો છો.

કરકસરથી જીવવા માટે બૉક્સનાં સૂચનો જરૂર પાળો:

તપાસીને ખરીદો

જ્યારે રાઉલ બેકાર બની ગયો ત્યારે તેની પત્ની બર્તાએ વસ્તુઓ ખરીદવાની રીતમાં ફેરફાર કર્યો. તેની પત્ની કહે છે: ‘હું દુકાનોમાં એવી ચીજો જોતી જે સેલમાં હોય કે એમાં ડિસ્કાઉન્ટ મળતું હોય. એક સાથે એક ફ્રી મળે એવી કોઈ ઑફર હોય એ જોતી.’ નીચે અમુક બીજા સૂચનો છે જે તમને મદદ કરશે:

બજારમાં જે ચીજો ને શાકભાજી સસ્તા મળતા હોય, એ મુજબ અઠવાડિયાનું ભોજન નક્કી કરો.

બહારથી ખોરાક ખરીદવાને બદલે એ ઘરે બનાવો.

એવી ચીજો વધારે ખરીદી લો, જે સેલમાં હોય કે એની સીઝન હોય.

જો એક કરતાં વધારે પ્રમાણમાં ચીજ-વસ્તુઓ ખરીદવાથી સસ્તી પડતી હોય તો ખરીદી લો. જલદી બગડી જાય એવી વસ્તુઓ બહુ ન ખરીદો.

સારી ક્વૉલિટીના સેકન્ડ હેન્ડ કપડાં લેવાથી તમારા ઘણા પૈસા બચશે.

એવી જગ્યાએથી વસ્તુઓ ખરીદો જ્યાં સસ્તી હોય અને ત્યાં પહોંચવાનું બહુ મોંઘું ન હોય.

મહિનામાં ઓછી વખત ખરીદી કરવા જાવ. *

હિસાબ લખી લો

ફ્રેડ કહે છે: ‘અમારે કરકસરથી જીવવું પડે છે. એ માટે હું કાગળમાં લખતો કે કયાં બિલ તરત જ ભરવા પડશે. પછી હું નક્કી કરતો કે બાકીના મહિના માટે કેટલા પૈસાની જરૂર પડશે.’ તેની પત્ની અડેલ કહે છે: ‘આ રીતે વિગતો લખી લેવાથી મને સહેલાઈથી ખબર પડતી કે બજારમાં વાપરવા માટે કેટલા પૈસા છે. અમુક વાર મને બાળકો માટે કે ઘર માટે કોઈ ચીજ ખરીદવાનું મન થતું, ત્યારે હું કાગળમાં લખેલો અમારો હિસાબ તપાસતી. પછી વિચારતી કે “હમણાં અમારી પાસે એના માટે પૈસા નથી. ચાલો, આવતા મહિને જોઈશું.” આ રીતે હિસાબ લખી રાખવાથી અમને બહુ ફાયદો થયો!’

સમજીને ખરીદી કરો

હંમેશા આવા સવાલ પૂછવાની ટેવ પાળો: ‘મને આ વસ્તુની ખરેખર જરૂર છે? શું એ ઘસાઈને જૂની થઈ ગઈ છે, કે પછી મને લેટેસ્ટ મોડલ જોઈએ છે?’ જો તમે અમુક ચીજ-વસ્તુઓ બહુ વાપરતા ન હોવ, તો એને ખરીદવાને બદલે શું ભાડેથી લઈ શકો? જો નિયમિત વાપરવાના હોવ, તો સાવ નવી ચીજ-વસ્તુ ખરીદવાને બદલે, સારી હાલતમાં સેકન્ડ-હેન્ડ ચીજ-વસ્તુ ખરીદી શકો?

એવું લાગી શકે કે ઉપર જણાવેલ રીતોથી માંડ થોડુંક બચશે. પણ યાદ રાખો, ટીપે ટીપે સરોવર ભરાય! નાની નાની બાબતોમાં પૈસા બચાવવાની ટેવ પાડશો, તો મોંઘી વસ્તુઓ ખરીદવામાં પણ તમે પૈસા વેડફી નહિ નાખો.

ખર્ચ ઘટાડો

પૈસા બચાવવા માટે તમારા ખર્ચા વિષે થોડું વિચારો. દાખલા તરીકે, અડેલ કહે છે: ‘અમારી પાસે પહેલા બે કાર હતી. પતિની નોકરી છૂટી જવાથી એક કાર અમે વેચી દીધી. ઘણી વાર બીજાઓની કારમાં પણ જતાં. ઈંધણ બચાવવા અમે એક ટ્રિપમાં જ ઘણા કામો કરી લેતા. અમે નક્કી કર્યું કે એવી જ વસ્તુઓ ખરીદીશું જેની બહુ જરૂર હોય.’ નીચે અમુક બીજા સૂચનો છે, જે પૈસા બચાવવા મદદ કરશે:

● શાકભાજી ઉગાવો.

● કોઈ પણ સાધનોને એના માર્ગદર્શન મુજબ વાપરો, જેથી કદાચ વધારે ચાલે.

● બહારથી આવીને તરત જ સારાં કપડાં બદલી નાખો. આમ બહાર પહેરવાના કપડાં વધારે ટકશે.

લોકોથી દૂર ન ભાગો!

જેઓ બેકાર બને છે તેઓમાંના ઘણા, લોકોથી દૂર રહેવા માગે છે, એકલાપણું ચાહે છે. પણ ફ્રેડ એમાંના એક નથી. તેને પત્ની અને બાળકો પાસેથી ઘણો સહકાર મળ્યો. તે કહે છે: ‘અમે બધા દિલ ખોલીને એકબીજા સાથે વાત કરતા શીખ્યા. આમ અમારા વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બન્યો. અમને લાગ્યું કે “આ તકલીફનો સામનો ભેગા મળીને કરી શકીશું.”’

ફ્રેડને યહોવાહના સાક્ષીઓની ધાર્મિક સભામાંથી પણ ઘણો સથવારો મળ્યો. તે કહે છે: ‘એમાં જવાથી મને હંમેશા ઉત્તેજન મળતું. બધા સભ્યો મારી સાથે પ્રેમથી વાત કરતા. તેઓએ અમને બહુ જ મદદ કરી અને દિલાસો આપ્યો. અમને ખાતરી થઈ કે આ તકલીફનો સામનો કરવામાં અમે એકલા નથી.’—યોહાન ૧૩:૩૫.

ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી થતા લાભ

લોકોને નોકરી પરથી છૂટા કરવામાં આવે ત્યારે તેઓમાંના ઘણાને બહુ જ વસમું લાગે છે. તેઓને લાગે છે કે કંપનીએ તેઓને દગો દીધો છે. અગાઉના લેખમાં આપણે રાઉલ વિષે જોયું હતું. તે પોતાના વતન પેરુમાં અને પછી ન્યૂ યૉર્કમાં પણ બેકાર બની ગયો. એ બંનેવ વખતે તે સાવ ભાંગી પડ્યો. જ્યારે બીજી વખતે તેની નોકરી છૂટી ગઈ ત્યારે તેણે કહ્યું: ‘આ દુનિયામાં તમે કશા પર ભરોસો રાખી શકતા નથી.’ તેણે અનેક મહિનાઓ સુધી નવી નોકરી શોધવા પ્રયત્નો કર્યા, પણ કંઈ વળ્યું નહિ. એ સમયે તેને ક્યાંથી હિંમત મળી? રાઉલ કહે છે: ‘મેં ઈશ્વર યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો. મેં જોયું કે તેમના પર ભરોસો મૂકવાથી બધું ઠીક થઈ જાય છે.’

રાઉલ એક યહોવાહના સાક્ષી છે. બાઇબલનું જ્ઞાન લેવાથી તે પ્રેમાળ પિતા જેવા ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી શક્યા. ઈશ્વરે દરેકને વચન આપ્યું છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) બેકારીની હાલતમાં રાઉલની પરિસ્થિતિ બહુ કપરી હતી. તે કહે છે: ‘અમે રોજી-રોટી માટે દરરોજ પ્રાર્થના કરતા. જે મળતું એનાથી સંતોષી રહેતા.’ રાઉલની પત્ની બર્તા કહે છે: ‘હું ઘણી વખતે બાવરી બની જતી કે મારા પતિને નોકરી નહિ મળે તો અમારું શું થશે. આવા સંજોગોમાં અમે દરરોજ યહોવાહને પ્રાર્થના કરતા, અને તે અમારી જરૂરિયાતો પૂરી પાડતા. જોકે પહેલા જેટલું આજે અમારી પાસે બહુ કંઈ નથી, પણ સાદું જીવન જીવવાથી અમને ઘણા ફાયદા થયા છે.’

ફ્રેડ એક યહોવાહના સાક્ષી છે. બાઇબલમાંથી શીખવાથી તે પોતાના અઘરા સંજોગોનો સારી રીતે સામનો કરી શક્યા. તે કહે છે: ‘અમુક વાર આપણે નોકરી, પદવી કે પૈસા પર ભરોસો રાખીએ છીએ. અનુભવથી હું કહી શકું કે આપણો ભરોસો ફક્ત યહોવાહ પર હોવો જોઈએ. તેમની સાથે નાતો બાંધવાથી આપણને આશરો મળે છે.’ * (g10-E 07)

[ફુટનોટ્‌સ]

^ પૈસા બચાવવાની વધારે રીતો માટે ઑગસ્ટ ૧, ૨૦૦૯નું વૉચટાવર પાન ૧૦-૧૨ જુઓ.

^ એક સંશોધનમાં જોવા મળ્યું છે કે વ્યક્તિઓ જે ચીજ-વસ્તુઓ ખરીદે છે, એમાંની આશરે ૬૦ ટકા વગર-વિચાર્યે ખરીદતા હોય છે.

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

‘અમે રોજી-રોટી માટે દરરોજ પ્રાર્થના કરતા. જે મળતું એનાથી સંતોષી રહેતા’

[પાન ૮ પર ચિત્રનું મથાળું]

આવક-જાવકનો હિસાબ રાખો

(૧) એક મહિના માટે તમે કેટલો ખર્ચ કરો છો એનો હિસાબ રાખો. જેમ કે ખોરાક, ઘરનું ભાડું, પાણી બિલ, લાઇટ બિલ, વાહનના ખર્ચા વગેરે વગેરે. જો અમુક ખર્ચ વર્ષમાં એક જ વાર આવતો હોય, તો એ રકમના ૧૨ ભાગ કરીને દર મહિનાના ભાગને ખર્ચમાં ગણો.

(૨) ખર્ચને અલગ-અલગ વિભાગમાં વહેંચી દો. જેમ કે, ખોરાક, રહેઠાણ, મુસાફરી માટેનો ખર્ચ વગેરે વગેરે.

(૩) નક્કી કરો કે દર મહિને અલગ-અલગ ખર્ચ માટે કેટલા પૈસા અલગ મૂકવા પડશે. જે બિલ વર્ષમાં એક વાર આવે છે, એના ૧૨ ભાગ કરીને દર મહિનાના ભાગની રકમને અલગથી રાખો.

(૪) મહિને આવતા ઘરના બધાના પગારની કુલ આવકની ગણતરી કરો. એમાંથી ટૅક્સની રકમ બાદ કરો. બાકીની રકમને તમારા કુલ ખર્ચ સાથે સરખાવો.

(૫) દરેક જાતના બિલ ચૂકવવા માટે દર મહિને પૈસા બાજુ પર રાખો. જો તમે રોકડેથી બિલ ચૂકવતા હોવ, તો કદાચ દરેક જાતના ખર્ચ માટે અલગ અલગ કવર રાખો. પછી દર મહિને નક્કી કરેલા પૈસા એમાં મૂકો.

ચેતવણી: જો ક્રૅડિટ કાર્ડ વાપરતા હોવ, તો સાવચેતીથી વાપરજો! ‘હમણાં ખરીદો, ને પૈસા પછીથી ચૂકવજો’ એવી જાહેરાતોથી છેતરાશો નહિ, કરકસરની વાત ભૂલશો નહિ.

[પાન ૮ પર ચિત્રનું મથાળું]

મહિનાની કુલ આવક

મહિનાનો તમારો પગાર રૂ. બીજી કોઈ આવક રૂ.

મહિનાનો ઘરનાનો પગાર રૂ. કુલ આવક રૂ.

અંદાજિત કુલ

મહિનાનો ખર્ચ મહિનાનો ખર્ચ

ઘરનું ભાડું કે હપ્તો રૂ.

રૂ. વીમો/ટૅક્સ રૂ.

રૂ. ઘરનાં બિલ રૂ.

રૂ. વાહન ખર્ચ રૂ.

રૂ. મનોરંજન/વેકેશન રૂ.

રૂ. ફોન રૂ.

રૂ. ખોરાક રૂ.

રૂ. બીજી બાબતો રૂ.

રૂ.

અંદાજિત કુલ ખર્ચ આવતો કુલ ખર્ચ

રૂ. રૂ.

આવક-જાવકને સરખાવો

મહિનાની કુલ આવક રૂ. સિલક

મહિનાનો ખર્ચ બાદ કરો રૂ. રૂ.