સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાને મુઠ્ઠીમાં કરવાનો નાસ્તિકોનો પ્રયાસ

દુનિયાને મુઠ્ઠીમાં કરવાનો નાસ્તિકોનો પ્રયાસ

દુનિયાને મુઠ્ઠીમાં કરવાનો નાસ્તિકોનો પ્રયાસ

આજે સમાજમાં નાસ્તિકોનું નવું ગ્રૂપ ઊભું થયું છે. તેઓ પોતાના વિચારો પોતાના પૂરતા રાખવા રાજી નથી. એના બદલે તેઓ “ધાર્મિક લોકોને પોતાની વાતમાં લાવવા ક્રોધ અને જોશથી પ્રયત્ન કરી રહ્યા છે,” એવું કટાર લેખક રીચર્ડ બર્નસ્ટેઈને લખ્યું. ઈશ્વર છે કે નહિ એ આપણે જાણી શકતા નથી એવું કહેનારા લોકોને પણ આ ગ્રૂપ પોતામાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. નવા નાસ્તિકોને મન ઈશ્વર છે જ નહિ. બસ વાત પતી ગઈ ઈશ્વર જેવું કંઈ છે જ નહિ.

નોબલ પ્રાઈઝ વિજેતા સ્ટીવન વાઈનબર્ગે કહ્યું: “વર્ષો જૂની ધાર્મિક માન્યતા ત્યજીને દુનિયાએ એની જંજીરમાંથી આઝાદ થવાની જરૂર છે. ધાર્મિક વિચારોની પકડમાંથી છૂટવા આપણે વૈજ્ઞાનિકો જે કંઈ કરી શકીએ એ બધું જ કરવું જોઈએ. એ માણસો માટેનું આપણું સૌથી મોટું યોગદાન બનશે.” આજે નવા નાસ્તિકો ધર્મની પકડ ઢીલી કરવા સાહિત્યોનો ઉપયોગ કરે છે. એમાં લોકોને ખૂબ રસ જાગે છે. એટલે જ નાસ્તિકવાદના અમુક પુસ્તકો સૌથી વધારે વેચાય છે.

ધર્મને કારણે લોકો નાસ્તિકવાદ તરફ ફરી રહ્યાં છે. કેમ કે લોકો ધર્મથી કંટાળી ગયા છે. ધર્મને લીધે ત્રાસવાદ ફેલાય છે અને આખી દુનિયામાં લડાઈ-ઝગડા થાય છે. આગળ પડતા એક નાસ્તિકે કહ્યું, “ધાર્મિક વિચારો બધામાં ઝેર ભરે છે.” હકીકતમાં તો એ ઝેર બધા ધર્મોમાં છે, નહિ કે ઝનૂની વિચારસરણીમાં. નવા નાસ્તિકોનું કહેવું છે મૂળ ધાર્મિક માન્યતાઓને ખુલ્લી પાડવી જોઈએ, ત્યજી દેવી જોઈએ, અને તર્ક-વિચારોથી બદલી નાખવી જોઈએ. એના વિષે લોકોએ ડર્યા વગર બોલવું જોઈએ એવું નાસ્તિક સામ હેરીસે લખ્યું. તેણે એમ પણ કહ્યું, “ધાર્મિક પુસ્તકો તો જીવન નાશ કરતી ઢગલાબંધ મૂર્ખતા ભરી વાતોથી ભરેલા છે. ધાર્મિક લોકોને ખોટું ન લાગે એમ બોલવું હવે આપણને ન પરવડે.”

નવા નાસ્તિકો ધર્મોનો દોષ કાઢવા વિજ્ઞાનને ઊંડું માન આપે છે. અમુક દાવો કરે છે કે વિજ્ઞાન પ્રમાણે ઈશ્વર છે જ નહિ. પરંતુ શું એ ખરું છે? શું હકીકતમાં એ સાબિત થઈ શકે? સામ હેરીસનું કહેવું છે “પૂરતો સમય આપવામાં આવે તો પુરાવો મળશે. ત્યારે એકની હાર અને બીજાની જીત થશે.”

તેઓમાંથી કોણ જીતશે, તમને શું લાગે? એનો વિચાર કરતા જઈને આ સવાલો પૂછો: ‘સર્જનહારમાં માનવાથી કંઈ નુકસાન થશે? આખી દુનિયા નાસ્તિક બની જાય તો શું બધે સુખ-શાંતિ હશે?’ ચાલો આપણે જોઈએ કે નાસ્તિકવાદ, ધર્મ અને વિજ્ઞાન વિષે માનીતા અમુક વૈજ્ઞાનિકો તેમ જ ફિલોસોફરો શું કહે છે. (g10-E 11)