સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવાં સપનાં સેવો છો?

તમે કેવાં સપનાં સેવો છો?

તમે કેવાં સપનાં સેવો છો?

● જીવનમાં તમને શું સિદ્ધ કરવું છે? શું તમે પૂરી કરી શકો એવી આશાઓ રાખો છો કે મોટા મોટાં સપના જુઓ છો? મનુષ્યના સ્વભાવનો અભ્યાસ કર્યા પછી એક ઈશ્વરભક્તે આ સલાહ આપી: મોટી મોટી ‘ઇચ્છાઓ રાખવા કરતાં આંખે જોવું તે વધારે સારૂં છે.’ મોટી ઇચ્છાઓ રાખવી ‘વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.’—સભાશિક્ષક ૬:૯.

અહીં “આંખે જોવું” એનો શું અર્થ થાય? એ આપણી હાલની સ્થિતિ અને સંજોગ બતાવે છે. ખરું કે, જીવન સુધારવા પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ, બાઇબલ સલાહ આપે છે કે સમજુ વ્યક્તિ હાંસલ ન કરી શકે એવા સપના નહિ જુએ. જેમ કે, નામ કમાવવું, ધન-દોલત મેળવવી, હીરો કે હીરોઈન સાથે લગ્‍ન કરવું અથવા બીમાર ન પડાય એવી તંદુરસ્તી મેળવવી.

જોકે જેઓએ ધન-દોલત મેળવી છે તેઓ હજુય વધારે એ મેળવવાની સપના જોતા હોય છે. બાઇબલ ખરું જ જણાવે છે: “પૈસા પર પ્રેમ કરનારને પોતાની પાસે હવે પૂરતા પૈસા છે તેવું કદી લાગશે નહિ. દ્રવ્ય પર પ્રેમ કરનાર પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ. આ પણ વ્યર્થતા છે.” (ઉપદેશક [સભાશિક્ષક] ૫:૧૦, IBSI) સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરે છે તેઓ પોતાની પાસે જે છે એનાથી સંતોષ માણે છે. તેઓ ખુશીથી આ સત્ય સ્વીકારે છે: “આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.”—૧ તીમોથી ૬:૭.

મનુષ્યને એ રીતે બનાવ્યા છે કે ઈશ્વરના માર્ગે ચાલવાથી તેઓને ખરો સંતોષ મળે. (માત્થી ૫:૬) એ માટે શું કરવું જોઈએ? ઈસુએ કહ્યું: ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે એનાથી જીવે છે.’ (માત્થી ૪:૪) ઈશ્વરના એ અમૂલ્ય શબ્દો બાઇબલમાં જોવા મળે છે. એમાંથી બધા જ લાભ લઈ શકે છે.

એવા ઉત્તેજન ભર્યા શબ્દો ગીતશાસ્ત્ર ૩૭:૪માં મળી આવે છે: ‘યહોવાહમાં આનંદ કરો; અને તે તમારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.’ યહોવાહ સર્જનહાર હોવાથી નવી દુનિયા લાવશે ત્યારે પોતાના ભક્તોને અનેક આશીર્વાદ આપશે. જેમ કે ‘બીમારી-ઘડપણ હશે જ નહિ, સુખ-ચેન ભર્યું અમર જીવન હશે.’ આવા આશીર્વાદ આપવા મનુષ્યના હાથની વાત નથી. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) આ વચનોમાં ભરોસો મૂકવાથી કદીએ નિરાશા નહિ મળે. (g11-E 02)