સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર સર્વવ્યાપી છે?

શું ઈશ્વર સર્વવ્યાપી છે?

બાઇબલ શું કહે છે?

શું ઈશ્વર સર્વવ્યાપી છે?

ઘણા લોકો માને છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. એટલે કે ઈશ્વર સર્વ જગ્યાએ અને સર્વ વસ્તુઓમાં હાજર છે. સુલેમાને જે પ્રાર્થના કરી હતી એ તેમણે ઈશ્વરની પ્રેરણાથી બાઇબલમાં લખી છે. એમાં તેમણે કહ્યું હતું: ‘તું તારા રહેઠાણ આકાશમાંથી સાંભળજે.’ (૧ રાજાઓ ૮:૩૦, ૩૯) બાઇબલ પ્રમાણે યહોવાહની રહેવાની એક જગ્યા છે. સુલેમાને એ જગ્યાને “આકાશ” કહ્યું. અહીં “આકાશ”નો શું અર્થ થાય?

બાઇબલમાં ઘણી વાર “આકાશ” શબ્દ વપરાયો છે. અમુક વાર એ પૃથ્વીની ચારે બાજુ રહેલા આકાશને દર્શાવે છે. (ઉત્પત્તિ ૨:૧,) જોકે, ઈશ્વરે સર્વ વસ્તુઓ ઉત્પન્‍ન કરી છે. એટલે આકાશ ઉત્પન્‍ન કર્યું એની પહેલાં તે કોઈ જગ્યાએ રહેતા હતા. એ બતાવે છે કે ઈશ્વર કોઈ શાબ્દિક ચીજ-વસ્તુમાં રહેતા નથી. તેથી બાઇબલમાં યહોવાહના રહેઠાણ તરીકે આકાશનો ઉલ્લેખ થાય છે ત્યારે, એ શાબ્દિક આકાશને નહિ પણ સ્વર્ગને દર્શાવે છે.

ભવ્ય સંદર્શન

યહોવાહના રહેઠાણ વિષે બાઇબલ અમુક રસપ્રદ ઝલક આપે છે. એ ઝલક પ્રેરિત યોહાનને મળેલા સંદર્શનમાંથી જોવા મળે છે. એમાં યોહાને જાણે સ્વર્ગના દરવાજા ખુલેલા જોયા. તેમણે એક વાણી આમ બોલતી સાંભળી: “અહીં ઉપર આવ.”—પ્રકટીકરણ ૪:૧.

પછી યહોવાહ ઈશ્વર વિષે યોહાનને અદ્‍ભૂત દર્શન બતાવવામાં આવ્યું. એનું તેમણે આમ વર્ણન કર્યું: ‘સ્વર્ગમાં એક રાજ્યાસન હતું, તેના પર જે બેઠેલો હતો તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવો હતો; અને રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો.’—પ્રકટીકરણ ૪:૨-૬.

અહીં યહોવાહની અજોડ સુંદરતાનું સરસ વર્ણન કર્યું છે. નોંધ કરો કે યહોવાહના રાજ્યાસનની આસપાસ કેવી બાબતો છે. મેઘધનુષ્ય અપાર શાંતિને દર્શાવે છે. વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ, ઈશ્વરની શક્તિને બતાવે છે. ચળકતો સમુદ્ર ઈશ્વરની આગળ ઊભેલા સર્વની શુદ્ધતા બતાવે છે.

સંદર્શનમાં બતાવેલી બાબતો આપણે સમજી શકીએ એ રીતે રજૂ કરવામાં આવી છે. એ આપણને ઈશ્વરના રહેઠાણ વિષે ઘણું જણાવે છે. સ્વર્ગમાં યહોવાહ સંપૂર્ણ રીતે વ્યવસ્થા જાળવે છે. એટલે ત્યાં કોઈ અવ્યવસ્થા નથી.

શું ઈશ્વર સર્વ સમયે અને જગ્યાએ છે?

હકીકતમાં યહોવાહનું પોતાનું રહેઠાણ છે. એટલે તે સર્વ જગ્યાએ અને સર્વ સમયે હોતા નથી. તો પછી, વિશ્વમાં જે બની રહ્યું છે એની જાણ તેમને કેવી રીતે થાય છે? (૨ કાળવૃત્તાંત ૬:૩૯) તે પોતાની પવિત્ર શક્તિ દ્વારા એ જાણી શકે છે. એક ઈશ્વરભક્તે સ્તુતિગીતમાં લખ્યું: ‘તારી પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચઢી જાઉં, તો તું ત્યાં છે; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તું છે.’—ગીતશાસ્ત્ર ૧૩૯:૭-૧૦.

ઈશ્વરની પવિત્ર શક્તિ જે રીતે કામ કરે છે એને સમજવા સૂર્યનો વિચાર કરીએ. સૂર્ય એક જગ્યાએ સ્થિર છે. પણ એનો પ્રકાશ પૃથ્વીના વિશાળ વિસ્તારમાં પ્રસરે છે. એવી જ રીતે યહોવાહ ઈશ્વરનું એક ચોક્કસ રહેઠાણ છે. તે આખા વિશ્વમાં જે પણ ઇચ્છે એ કરી શકે છે. યહોવાહ પોતાની શક્તિથી જાણી શકે છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ સમયે શું બની રહ્યું છે. એટલે જ, બીજો કાળવૃત્તાંત ૧૬:૯ કહે છે: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”

સ્વર્ગમાં દૂતોથી બનેલું યહોવાહનું એક સંગઠન છે, એ તેમના કહેવા પ્રમાણે ચાલે છે. બાઇબલ જણાવે છે કે એ સંગઠનમાં હજારોહજાર-લાખોને લાખો અને કદાચ અબજોથી પણ વધારે સ્વર્ગદૂતો છે. * (દાનીયેલ ૭:૧૦) બાઇબલ અનેક બનાવો વિષે જણાવે છે જેમાં યહોવાહે સ્વર્ગદૂતોને પૃથ્વી પર મોકલ્યા હોય. તેઓએ મનુષ્ય સાથે વાત કરી અને યહોવાહને અહેવાલ આપ્યો હોય. ઈબ્રાહીમના સમયનો દાખલો લઈએ. સદોમ તથા ગમોરાહના લોકોની ફરિયાદ વિષે તપાસ કરાવવા યહોવાહે સ્વર્ગદૂતો મોકલ્યા. તેઓ પાસેથી જાણકારી મેળવ્યા પછી યહોવાહે એ શહેરનો નાશ કરવાનું નક્કી કર્યું.—ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧, ૩૩; ૧૯:૧, ૧૩.

તેથી જ બાઇબલ બતાવે છે કે યહોવાહને બધી જ જગ્યાએ હોવાની જરૂર નથી. યહોવાહ પોતાની શક્તિ અને સ્વર્ગદૂતો દ્વારા જાણી શકે છે કે સૃષ્ટિમાં અણીથી તે પણી સુધી શું થઈ રહ્યું છે.

સાચે જ, બાઇબલ સર્જનહારને સારી રીતે ઓળખવા આપણને મદદ કરે છે. એમાંથી જાણવા મળે છે કે યહોવાહ સ્વર્ગમાં રહે છે. તેમ જ, તેમની સાથે અબજો શક્તિશાળી સ્વર્ગદૂતો રહે છે. તેમના રહેઠાણમાં સત્તા, અપાર શાંતિ અને શુદ્ધતા છે. બાઇબલ ખાતરી આપે છે કે યહોવાહ પોતાના નક્કી કરેલા સમયમાં ધરતી પર સ્વર્ગ જેવી સુખ-શાંતિ લાવશે, જેનો મનુષ્યો આનંદ માણશે.—માત્થી ૬:૧૦. (g11-E 04)

[ફુટનોટ્‌સ]

^ પ્રકટીકરણ ૫:૧૧ જણાવે છે કે “લાખોલાખ અને હજારોહજાર” સ્વર્ગદૂતો યહોવાહના રાજ્યાસન ફરતે છે. “લાખોલાખ” એટલે લાખ ગુણ્યા લાખ. જેનો અર્થ સો કરોડ સ્વર્ગદૂતો થાય. પણ કલમમાં તો “લાખોલાખ અને હજારોહજાર” જણાવવામાં આવ્યા છે. એ બતાવે છે કે અબજો દૂતો યહોવાહની સેવા કરી રહ્યાં છે.

શું તમે કદી વિચાર્યું છે?

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

● શું ઈશ્વર બધે જ છે?૧ રાજાઓ ૮:૩૦, ૩૯.

● ઈશ્વરની શક્તિ કઈ હદ સુધી પહોંચી શકે?ગીતશાસ્ત્ર ૧૩૯:૭-૧૦.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

સૂર્ય એક જગ્યાએ સ્થિર છે. પણ એનો પ્રકાશ પૃથ્વીના વિશાળ વિસ્તારમાં પ્રસરે છે. એવી જ રીતે યહોવાહ ઈશ્વરનું એક ચોક્કસ રહેઠાણ છે. તે પોતાની શક્તિથી જાણી શકે છે કે વિશ્વમાં શું થઈ રહ્યું છે