સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાન ૨

પાન ૨

પાન ૨

સફળ બાળઉછેર

માબાપ પોતાના તાજા જન્મેલા બાળકને હાથમાં લે છે ત્યારે, ખુશીથી હરખાઈ ઊઠે છે! બધું ભૂલીને તેઓ પોતાના આંખના તારાને જોવામાં ડૂબી જાય છે. તેઓ ભૂલી જાય છે કે સમય જતા બાળક મોટું થશે અને પોતાની જાતે જીવશે. પછી અલગ પોતાનું ઘર વસાવશે. બાઇબલ પણ કહે છે, એક દિવસ ‘પુરુષ પોતાનાં માબાપનું’ ઘર છોડીને પોતાનું ઘર વસાવશે. (ઉત્પત્તિ ૨:૨૪) આ બાબત સ્ત્રીઓને પણ લાગુ પડે છે.

અમુક બાળકો મોટાં થયાં પછી માબાપનું ઘર છોડે છે. એ સમયે માબાપ ખુશ અને થોડાં ગમગીન પણ હોય છે. તેઓ બાળકો માટે થોડા ચિંતિત હોય છે. તેઓ વિચારે છે: ‘અમે બાળકોનો સારી રીતે ઉછેર તો કર્યો છે ને? તે નોકરી-ધંધો કરી શકશે? પોતાનું ઘર ચલાવી શકશે?’ સૌથી અગત્યનું તો, ‘અમે સિંચેલા સંસ્કારો પ્રમાણે જીવશે?’—નીતિવચનો ૨૨:૬; ૨ તીમોથી ૩:૧૫.

સજાગ બનો! મૅગેઝિનના આ ખાસ અંકમાં માતા-પિતાઓ માટે બાઇબલમાંથી સુંદર સલાહ છે. બાળકના વિકાસના દરેક તબક્કામાં એ સલાહ ખૂબ જ ઉપયોગી નીવડશે. (g11-E 10)