સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સાક્ષીઓની સભામાં કેમ જવું જોઈએ?

યહોવાના સાક્ષીઓની સભામાં કેમ જવું જોઈએ?

યુવાનો પૂછે છે

યહોવાના સાક્ષીઓની સભામાં કેમ જવું જોઈએ?

શું તમને સભાઓમાં જવાની મઝા આવે છે?

હા

એમ કરતા રહો

ના

શું કરી શકો?

બાઇબલ યહોવાના સાક્ષીઓને ભક્તિ માટે ભેગા મળતા રહેવાની આજ્ઞા આપે છે. (હિબ્રૂ ૧૦:૨૫) પણ જો તમને સભામાં મઝા ન આવતી હોય અથવા બીજા વિચારોમાં ખોવાઈ જાઓ તો શું કરી શકો? આ લેખમાં આપેલા સૂચનો પ્રમાણે તમે અમુક ફેરફાર કરી શકો.

૧. નિયમિત જાઓ

મુખ્ય કલમ: ‘કેટલાએક કરે છે તેમ સભામાં આવવાનું આપણે પડતું ન મૂકીએ.’—હિબ્રૂ ૧૦:૨૫.

તમને થશે કે ‘મઝા ન આવતી હોય ત્યાં કેમ નિયમિત જવું જોઈએ?’ સાદા શબ્દોમાં કહીએ તો, નિયમિત જવાથી એ તમને ગમવા લાગશે. એક દાખલો લઈએ. જો તમે મનગમતી રમત માટે નિયમિત પ્રૅક્ટિસ ન કરો તો, શું એ શીખી શકશો? અથવા શીખ્યા વગર એ રમવામાં તમને મઝા આવશે? એ જ સિદ્ધાંત નિયમિત સભાઓમાં જવાને પણ લાગુ પડે છે. જેમ સભામાં જશો તેમ યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત થશે અને સભાઓમાં આવવાનું મન થશે.—માથ્થી ૫:૬.

સૂચનો: સભા પૂરી થયા પછી ટૉક આપનાર ભાઈઓમાંના એકને જણાવો કે તમને શું ગમ્યું. સભામાંથી તમને શું લાભ થયો એ નોટબુકમાં લખો. મોટા ભાગે આપણી દરેક સભાઓ પ્રચારને લગતી હોય છે. તેથી સત્ય વિષે બીજાઓને વધુ સારી રીતે શીખવવાનો ધ્યેય બાંધો. એમ કરવાથી સભાઓમાં મળેલું શિક્ષણ તમારા માટે વધુ મહત્ત્વનું બનશે.

“નાનપણથી મને શીખવવામાં આવ્યું કે સભામાં જવું ખૂબ જરૂરી છે. હું નાની હતી ત્યારે પણ સભામાં ન જવાનો વિચાર સુદ્ધાં આવ્યો ન હતો. આજે પણ નથી આવતો.”—કેલ્સી.

હકીકત: સભાઓમાં નિયમિત જાય છે તેઓને વધારે મઝા આવે છે અને એનો વધારે લાભ ઉઠાવી શકે છે.

૨. ધ્યાન આપો

મુખ્ય કલમ: ‘તમે ધ્યાનથી સાંભળો.’—લુક ૮:૧૮.

સંશોધકોનું કહેવું છે કે આપણે કોઈ પ્રેઝન્ટેશન સાંભળી હોય તો, દિવસના અંતે એમાંથી ૬૦ ટકા જેટલું ભૂલી જઈએ છીએ. માનો કે એટલી જ ઝડપે તમારા પૈસા ગાયબ થઈ જતા હોય તો, એને સાચવવા તમે કંઈ નહિ કરો?

સૂચનો: તમારા માબાપ સાથે આગળની લાઈનમાં બેસો, જેથી ધ્યાન ફંટાઈ ન જાય. ટૂંકી નોંધ લઈ શકો. બધાની શીખવાની રીત અલગ હોય છે. પણ નોંધ લેવાથી તમે ધ્યાનથી ટૉક આપતા ભાઈને સાંભળી શકશો. તમે લીધેલી નોંધ પછી પણ વાંચીને લાભ લઈ શકશો.

“સભાઓમાં ધ્યાન આપવું મારી માટે ઘણું અઘરું હતું. પણ મેં એમાં સુધારો કર્યો છે. પોતાને વારંવાર યાદ કરાવું છું કે હું કેમ સભાઓમાં જઉં છું. લોકો ચર્ચમાં વિધિપૂર્વક જતા હોય છે એ રીતે હું સભામાં જતી નથી. પણ હું ત્યાં યહોવાની ભક્તિ કરવા અને શીખવા જઉં છું, જેથી જીવનમાં એ લાગુ પાડી શકું.”—કૅથલિન.

હકીકત: સભાઓમાં જઈને ધ્યાન ન આપવું એ મિજબાનીમાં જઈને પણ ભૂખ્યા પાછા આવવા જેવું છે.

૩. ભાગ લો

મુખ્ય કલમ: “લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.”—નીતિવચનો ૨૭:૧૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

એક યુવાન વ્યક્તિ તરીકે તમે પણ સભાઓમાં મહત્ત્વનો ભાગ ભજવો છો. એવું ન વિચારો કે સભામાં તમારી હાજરી નકામી છે; તમારા જવાબો નકામા છે; તમારી સંગતથી ભાઈ-બહેનોને કોઈ લાભ નહિ થાય.

સૂચનો: સભાઓમાં સવાલ-જવાબની ચર્ચા થતી હોય ત્યારે, ઓછામાં ઓછો એક જવાબ આપવાનો ધ્યેય બાંધો. સભા પહેલા કે પછી કોઈ નાના-મોટા કામમાં કે સાફ-સફાઈ કરવામાં મદદ કરો. જે વ્યક્તિ સાથે અમુક દિવસથી વાત ન થઈ હોય, તેઓ સાથે વાત કરો.

“હું તરુણ હતો ત્યારે સ્ટેજ અને માઇક્રોફોન ગોઠવવામાં મદદ કરતો. આવી જવાબદારીઓથી મને અહેસાસ થતો કે હું ઉપયોગી છું. એનાથી મને સભાઓમાં સમયસર જવા મદદ મળી. તેમ જ, બાઇબલનું સત્ય શીખવા અને યહોવાની ભક્તિમાં વધારે કરવા ઉત્તેજન મળ્યું.”—મિલ્સ.

હકીકત: સભાઓમાં ફક્ત બેસી ન રહો, પણ ભાગ લો. ચૂપચાપ બેસીને સાંભળવા કરતાં એમાં ભાગ લેવાથી વધારે લાભ થશે. (g12-E 04)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[પાન ૨૭ પર બોક્સ/ચિત્રો]

તમે જરૂર આવજો!

શું તમને આવી બાબતો જાણવી ગમશે:

ઈશ્વરને કઈ રીતે ઓળખી શકાય?

● સારી વ્યક્તિ કેવી રીતે બની શકાય?

● સારાં મિત્રો ક્યાંથી બનાવી શકાય?

યહોવાના સાક્ષીઓની સભામાં તમને આવી અનેક બાબતો શીખવા મળશે. અઠવાડિયામાં બે વાર તેઓ રાજ્ય ગૃહમાં ભક્તિ કરવા ભેગા મળે છે. ત્યાં દાન ઉઘરાવવામાં આવતું નથી. સર્વને દિલથી આમંત્રણ આપવામાં આવે છે.

કદાચ તમે કોઈ ચર્ચમાં ગયા હશો, પણ રાજ્ય ગૃહ એના જેવું નથી. રાજ્ય ગૃહમાં જરૂર આવજો. યહોવાના સાક્ષીઓની સભામાં બાઇબલના શિક્ષણને મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાં શીખવા મળશે કે સૌથી સારું જીવન જીવવા બાઇબલ તમને કેવી રીતે મદદ કરે છે.—પુનર્નિયમ ૩૧:૧૨; યશાયા ૪૮:૧૭.

સીયા—પહેલી વાર રાજ્ય ગૃહમાં ગયો ત્યારે, મને જોવા મળ્યું કે ત્યાં કોઈ મૂર્તિઓ ન હતી. તેઓમાં કોઈ પાદરી ન હતા. કોઈ પૈસા ઉઘરાવતું ન હતું. આ બધું જોઈને મને નવાઈ લાગી. બધાએ મારો આવકાર કર્યો. મને કશાનો ડર ન હતો. સભામાં જે શીખવવામાં આવ્યું એ હું સહેલાઈથી સમજી શક્યો. હું જે શોધતો હતો એ સત્ય મને મળ્યું.

દયાનીરા—હું ૧૪ વર્ષની હતી ત્યારે પહેલી વાર યહોવાના સાક્ષીઓની સભામાં ગઈ. બધાએ મને પ્રેમથી આવકારી. એમ લાગતુંʼતું કે મને જોઈને બધા ખુશ હતા અને તેઓ મારું ભલું ઇચ્છતા હતા. આ સારા અનુભવને લીધે ફરી સભામાં જવા હું કદી અચકાઈ નહિ.

[પાન ૨૮ પર બોક્સા/ચિત્રો]

આવનાર સભામાં કઈ માહિતી આવરવામાં આવશે એ શોધી કાઢો. સભામાંથી તમારો મનગમતો એક ભાગ પસંદ કરો . . .

કાપો અને બીજી કૉપી બનાવો

સભામાં જતા પહેલાં આ ભરો ભાગ પૂરો થયા પછી આ ભરો

ભાગનો વિષય: મને શું શીખવા મળ્યું:

․․․․․ ․․․․․

મને આ ભાગમાંથી મને આ ભાગમાંથી શું ગમ્યું

શું જાણવું ગમશે: જે હું ટૉક આપનાર ભાઈને

જણાવીશ:

․․․․․ ․․․․․