સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

યુનાઈટેડ સ્ટેટ્સ

ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ‘ધૂમ્રપાન નહિ કરનારની સરખામણીમાં જેઓ ધૂમ્રપાન કરે છે, તેઓને લીધે ખાનગી કંપનીના માલિકને વર્ષમાં આશરે ૩,૫૦,૦૦૦ રૂપિયા વધારે ખર્ચ કરવો પડે છે.’ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીએ ભેગી કરેલી માહિતી મુજબ, ધૂમ્રપાન કરવા વારંવાર બહાર જવાથી, નોકરી પર વધુ પડતી રજાઓ લેવાથી અને સારવારને લીધે એ બિનજરૂરી ખર્ચ વધી ગયો છે. એ ઉપરાંત, ધૂમ્રપાન છોડવા માંગે છે તેઓ નિકોટીનની આડઅસરને લીધે ઓછું કામ કરી શકે છે.

ઇટાલી

“પાદરીઓ અને તેમને પગલે ચાલનારાઓ પોતે જે કહે છે એ કરતા નથી. તેઓની વાણી અને જીવન ઢબમાં મોટો ફરક જોવા મળે છે. એનાથી કૅથલિક ચર્ચની પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ છે.”—પૉપ ફ્રાન્સીસ.

મલેશિયા

મલેશિયાના અધિકારીઓએ ૨૪ ટન એટલે કે ૧,૦૦૦ કરતાં પણ વધારે હાથીદાંતનો જથ્થો પકડ્યો. એ બે મોટા વહાણમાં છુપાવવામાં આવ્યો હતો. પર્યાવરણને સાચવનારના કહ્યા પ્રમાણે એ અત્યાર સુધી પકડાયેલો સૌથી મોટો જથ્થો હતો. એ જહાજ ટોગો દેશથી ચીન જવાનું હતું.

આફ્રિકા

વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે ૬૩ ટકા લોકો ચેપી રોગોના લીધે મરણ પામ્યા હતા. જેમ કે, એઇડ્સ, મરડો, મલેરિયા, ટીબી અને બાળપણમાં થતા રોગો.

ઑસ્ટ્રેલિયા

સ્માર્ટ ફોન અને બીજા સાધનો માટે બનાવેલી જુગારને લગતી એપ્સ (ઍપ્લિકેશન) બાળકોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. જુગારના અડ્ડા પર રમાતી રમતોની નકલ અમુક એપ્સમાં જોવા મળે છે. એ એપ્સમાં રમતો જીતવી સહેલી હોય છે. સરકારનો અહેવાલ ચેતવે છે કે આવી બનાવટના લીધે બાળકો માટે જુગાર સ્વીકાર્ય બની શકે અને “ભવિષ્યમાં જુગારને લગતી મુશ્કેલીઓમાં ફસાય જઈ શકે છે.” (g14-E 02)