સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

૩ સુંદર આશા રહેલી છે

૩ સુંદર આશા રહેલી છે

“નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

બાઇબલ જણાવે છે કે જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) આજે દરેક લોકો અનેક મુશ્કેલીઓ સહી રહ્યા છે. અરે, અમુક લોકોને જીવન એ હદે નકામું લાગે છે કે સારા ભવિષ્ય માટે આશાનું કોઈ કિરણ દેખાતું નથી. શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય તો, ખાતરી રાખો કે બાઇબલમાં દરેક વ્યક્તિ માટે આશા આપવામાં આવી છે. દાખલા તરીકે:

  • બાઇબલ શીખવે છે કે આપણું ભલું થાય એવું યહોવા ઈશ્વર ચાહે છે.—ઉત્પત્તિ ૧:૨૮.

  • ધરતીને બગીચા જેવી સુંદર બનાવવાનું યહોવા ઈશ્વરે વચન આપ્યું છે.—યશાયા ૬૫:૨૧-૨૫.

  • એ ભવિષ્યવાણી ચોક્કસ પૂરી થશે. પ્રકટીકરણ ૨૧:૩, ૪ કહે છે:

    “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”

આ આશા કોઈ કલ્પના નથી. યહોવા ઈશ્વર ચોક્કસ તેમનો હેતુ પૂરો કરશે. એમ કરવાની તેમની ઇચ્છા છે અને શક્તિ પણ છે. બાઇબલની આશા ભરોસાપાત્ર છે અને એ આ સવાલનો જવાબ આપે છે: “જીવનથી કેમ હારવું ન જોઈએ?”

યાદ રાખો: તોફાની સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણની જેમ તમારી લાગણીઓમાં ચઢાવ-ઉતાર થતો હોય તો, બાઇબલનો સંદેશો લંગરની જેમ એ લાગણીઓને કાબૂમાં રાખવા મદદ કરશે.

તમે શું કરી શકો: તપાસ કરો કે ભવિષ્ય વિશે બાઇબલ કઈ આશા આપે છે. યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી મદદ કરશે. તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા jw.org * વેબ સાઇટ પરથી માહિતી મેળવો. (g14-E 04)

^ ફકરો. 11 સૂચન: jw.org વેબ સાઇટ પર જાઓ અને સાહિત્ય > ઓનલાઇન લાઇબ્રેરી વિભાગ જુઓ. વધારે મદદ માટે આ શબ્દો વાપરો: “ડિપ્રેશન” કે “નિરાશા” અને “આત્મહત્યા.”