સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

અમેરિકા

ગુનેગારનો પીછો કરતી વખતે ખતરો ટાળવા અમુક પોલીસ કારની આગળની જાળીમાં કોમ્પ્રેસ્ડ એર લોન્ચર્સ લગાડે છે. એમાંથી એવી ગોળી કે બુલેટ નીકળે છે જે ભાગી જતા વાહનમાં ચોંટી જાય છે. એમાં જીપીએસ સિસ્ટમ હોવાથી વાહન ક્યાં છે એની માહિતી મેળવી શકાય છે. એનાથી સલામત ઝડપે કાર ચલાવીને ગુનેગારને પકડી શકાય છે.

ભારત

માનવામાં આવે છે કે, દહેજના ઝઘડાઓને લીધે દર કલાકે એક સ્ત્રીને મારી નાખવામાં આવે છે. દહેજ આપવું અને લેવું એ કાયદાકીય ગુનો છે. તેમ છતાં, ૨૦૧૨માં દહેજના લીધે ૮,૨૦૦ સ્ત્રીઓને મારી નાખવામાં આવી હતી. કારણ કે, મળેલા દહેજથી વર કે એનું કુટુંબ સંતુષ્ટ ન હતું.

સ્વિટ્ઝરલૅન્ડ

આલ્પાઈન સ્વિફ્ટ નામના ત્રણ પક્ષીના શરીર પર આંગળીના ટેરવા કરતાં પણ નાની ચીપ લગાવવામાં આવી હતી. એનાથી જાણવા મળ્યું કે, યુરોપથી આફ્રિકા પહોંચવા એઓ ૨૦૦ દિવસ સુધી સતત ઊડ્યા હતા. અગાઉ એમ માનવામાં આવતું કે ગતિમાં રહીને પોતાને ટકાવવાની ક્ષમતા ફક્ત દરિયાઈ પ્રાણીઓમાં જ છે.

પૂર્વ આફ્રિકા

દરિયાઈ ચાંચિયાઓએ એપ્રિલ ૨૦૦૫થી ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં પૂર્વ આફ્રિકાના દરિયાકિનારેથી ૧૭૯ જહાજોનું અપહરણ કર્યું હતું. વર્લ્ડ બૅંકના અહેવાલ પ્રમાણે એ જહાજોને છોડાવવા માટે આશરે ૨૫ અબજ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. (g14-E 10)