સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતના સેતુથી તમે અને તમારું બાળક જોડાયેલાં રહો છો

માબાપ માટે

૫: વાતચીત કરો

૫: વાતચીત કરો

એનો શું અર્થ થાય?

જો તમે અને તમારાં બાળકો વિચારો અને લાગણીઓની આપ-લે કરતા હશો, તો એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવી સહેલું થઈ પડશે.

એ કેમ મહત્ત્વનું છે?

ખાસ કરીને, તરુણો સાથે વાત કરવી એક પડકાર બની શકે છે. બ્રેકિંગ ધ કોડ નામનું પુસ્તક જણાવે છે: ‘બાળકો નાનાં હોય ત્યારે માબાપને સહેલાઈથી બધું કહી દે છે. પણ મોટાં થયા પછી, તેઓ માબાપ સાથે ઓછી વાત કરે છે. એટલે તેઓનાં વિચારો અને લાગણીઓ માબાપ જાણી શકતા નથી.’ ભલે એવું લાગે કે બાળકો વાત કરવા માંગતા નથી. પરંતુ, હકીકતમાં તો એ જ સમયે બાળકો સાથે વાત કરવી ખૂબ જરૂરી છે!

તમે શું કરી શકો?

બાળકને ફાવે એવા સમયે વાત કરો. ભલે પછી મોડી રાતે વાત કરવી પડે, તોપણ બાળક સાથે વાત કરો.

‘તમને કદાચ મનમાં થાય કે, “આખો દિવસ તો હું તારી સાથે જ હતી અને હવે તારે વાત કરવી છે?” પરંતુ, જો આપણું બાળક દિલ ખોલીને વાત કરવા માંગતું હોય, તો આપણે ફરિયાદ કઈ રીતે કરી શકીએ? દરેક માબાપ એ જ તો ચાહતા હોય છે કે બાળક દિલ ખોલીને વાત કરે.’—લીસા.

‘મને વહેલા ઊંઘવું ગમે છે, પણ મેં બાળકો સાથે સૌથી સારી વાતો મોડી રાતે જ કરી છે.’—હરબર્ટ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”—૧ કોરીંથીઓ ૧૦:૨૪.

તમારું ધ્યાન ફંટાવા ન દો. એક પિતા કબૂલે છે કે ‘બાળકો મારી સાથે વાત કરે ત્યારે, મારા મનમાં ઘણાં વિચારો ચાલતા હોય છે. તેઓ તરત પારખી જાય છે કે હું બીજું કંઈક વિચારી રહ્યો છું અને તેઓની વાત સાંભળી રહ્યો નથી!’

જો તમારી સાથે પણ એવું થતું હોય, તો ટીવી, ફોન અને બીજાં સાધનો તરત બંધ કરી દો. તમારાં બાળકની વાત સાંભળો અને તેની ચિંતાઓ પ્રત્યે ધ્યાન આપો, પછી ભલેને એ વાત નાનકડી કેમ ન હોય.

‘આપણે બાળકોને ખાતરી અપાવી જોઈએ કે, તેઓની લાગણીઓ આપણે મન કીમતી છે. જો તેઓને એવું લાગશે કે આપણે મન એ મહત્ત્વની નથી, તો તે દિલ ખોલીને વાત નહિ કરે અથવા બીજા કોઈની મદદ લેશે.’—મેરેન્દા.

‘બાળકના વિચારો ભલે ખોટાં હોય તરત ગુસ્સે ન થાઓ.’—એન્થની.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે ધ્યાનથી સાંભળો.”—લુક ૮:૧૮.

હળવા માહોલનો ઉપયોગ કરો. બાળકો અને માબાપ સામસામે બેઠા હોય ત્યારે, બાળકોને વાત કરવી અઘરી લાગે છે. અમુક વાર તેઓને હળવા માહોલમાં દિલ ખોલીને વાત કરવી સહેલું લાગે છે.

‘અમે કારમાં હોઈએ ત્યારે, સામસામે નહિ પણ આજુ-બાજુ બેઠા હોઈએ છીએ. એવા સમયે વાતો સારી થાય છે.’—નિકોલ.

જમવાનો સમય રોજબરોજની વાતચીત માટે સારી તક પૂરી પાડે છે.

‘દિવસ દરમિયાન બનેલી સૌથી ખરાબ અને સૌથી સારી બાબત વિશે અમે બધા રાતે જમવાના સમયે વાતો કરીએ છીએ. એ આદતને કારણે અમે જાણી શકીએ છીએ કે, બધાને મુશ્કેલીઓ છે.’—રોબીન.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘દરેક જણ સાંભળવામાં આતુર અને સમજી-વિચારીને બોલનાર હોય.’—યાકૂબ ૧:૧૯.